Home> India
Advertisement
Prev
Next

કરતારપુર બોર્ડર ખોલવા માટે રાજી થયું પાકિસ્તાન, સિદ્ધૂએ કહ્યું- મિત્ર ઇમરાને જીવન સફળ કરી દીધું'

22 સપ્ટેમ્બરના રોજ સિખ ધર્મના સંસ્થાપક ગુરૂનાનકની 550મી પુણ્યતિથિ પર કરતારપુર કોરીડોરને ખોલવામાં આવશે. જો

કરતારપુર બોર્ડર ખોલવા માટે રાજી થયું પાકિસ્તાન, સિદ્ધૂએ કહ્યું- મિત્ર ઇમરાને જીવન સફળ કરી દીધું'

નવી દિલ્હી: કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધૂની મહેનત રંગ લાવી અને પાકિસ્તાન કરતાર કોરિડોર ખોલવા માટે રાજી થઇ ગયા છે. થોડા દિવસો પહેલાં પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઇમરાન ખાનના શપથ ગ્રહણમાં ગયેલા નવજોત સિંહ સિદ્ધૂને ખૂબ મહેણા સાંભળવા પડ્યા હતા પરંતુ આ સાથે જ બાકી લોકો માટે પણ રાહતના સમાચાર મળ્યા છે. તમને જણાવી દઇએ કે લાંબા સમયગાળા બાદ આ ખોલવાની માંગ રહી હતી. 

fallbacks

પાકિસ્તાન દ્વારા કરતારપુર કોરિડોર ખોલવા પર પંજાબ કેબિનેટના મંત્રી નવજોત સિંહ સિદ્ધૂએ કહ્યું કે મારા મિત્ર ઇમરાન ખાને મારા જીવનને સફળ બનાવી દીધું છે. લાખો સિખ શ્રદ્ધાળુઓની ઇચ્છા પુરી થઇ રહી છે, રાજકારણને લઇને ગુરૂઘરથી અલગ કરી દો. સિદ્ધૂને બધા લોકોએ ફેંસલા માટે શુભેચ્છા પાઠવી અને કહ્યું કે આ ફેંસલાથી અંતર ઘટશે. લોકોની અપીલ બાબાએ સાંભળી લીધી છે. તેની ઝપ્પીથી કોઇ વાંધો નથી આ બાબાની કૃપા છે.  

ગુરૂનાનક સાહબની પુણ્યતિથિ પર ખુલશે કોરિડોર
22 સપ્ટેમ્બરના રોજ સિખ ધર્મના સંસ્થાપક ગુરૂનાનકની 550મી પુણ્યતિથિ પર કરતારપુર કોરીડોરને ખોલવામાં આવશે. જોકે આ તારીખ એટલા માટે નક્કી કરવામાં આવી છે, કારણ કે 22 સપ્ટેમ્બર 1539ના રોજ ગુરૂનાનકનું મૃત્યું કરતારપુરમાં થયું હતું. કરતારપુરમાં જ ગુરૂનાનક સાહેબનું સમાધિ સ્થળ છે, જેથી કરતારપુર સાહિબના નામે ઓળખવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More