Home> India
Advertisement
Prev
Next

રોષે ભરાયેલા પાકિસ્તાને LoC પર કર્યું ફાયરિંગ, ઘૂસણખોરીનો કર્યો પ્રયાસ; ભારતે આપ્યો જવાબ

હિઝબુલ મુઝાહિદ્દીનના નેતા રિયાઝ નાયકુના મોત બાદ પાકિસ્તાને બુધવારે બપોરથી એલઓસી પર ગોળીબાર શરૂ કર્યો છે. સૈન્યના સૂત્રોનું કહેવું છે કે, પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારનો જવાબ આપવામાં આવી રહ્યો છે. ગોળીબારની આડમાં આતંકવાદીઓ દ્વારા ઘુસણખોરી કરવાના પ્રયાસની સંભાવના છે, તેથી સેનાએ નિયંત્રણ રેખા પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 400 થી 500 વચ્ચે આતંકવાદીઓને ઘૂસણખોરી માટે તૈયાર રાખવામાં આવ્યા છે. તેમના નિશાના પર સુરક્ષા દળો ઉપરાંત કાશ્મીરીઓ પણ છે, જેઓ વહીવટમાં મહત્વપૂર્ણ હોદ્દા ધરાવે છે.

રોષે ભરાયેલા પાકિસ્તાને LoC પર કર્યું ફાયરિંગ, ઘૂસણખોરીનો કર્યો પ્રયાસ; ભારતે આપ્યો જવાબ

નવી દિલ્હી: હિઝબુલ મુઝાહિદ્દીનના નેતા રિયાઝ નાયકુના મોત બાદ પાકિસ્તાને બુધવારે બપોરથી એલઓસી પર ગોળીબાર શરૂ કર્યો છે. સૈન્યના સૂત્રોનું કહેવું છે કે, પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારનો જવાબ આપવામાં આવી રહ્યો છે. ગોળીબારની આડમાં આતંકવાદીઓ દ્વારા ઘુસણખોરી કરવાના પ્રયાસની સંભાવના છે, તેથી સેનાએ નિયંત્રણ રેખા પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 400 થી 500 વચ્ચે આતંકવાદીઓને ઘૂસણખોરી માટે તૈયાર રાખવામાં આવ્યા છે. તેમના નિશાના પર સુરક્ષા દળો ઉપરાંત કાશ્મીરીઓ પણ છે, જેઓ વહીવટમાં મહત્વપૂર્ણ હોદ્દા ધરાવે છે.

fallbacks

આ પણ વાંચો:- આતંકી રિયાઝ નાયકુની ઠાર માર્યા બાદ અવંતિપુરામાં સુરક્ષા દળો પર પથ્થરમારો

ગુપ્ત સુત્રોના જણાવ્યા અનુસાર, તમામ મુખ્ય લોન્ચિંગ પેડ પર આતંકવાદીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. ઉત્તર કાશ્મીરના કેરન સેક્ટરની બીજી તરફ અને પી.ઓ.કે.ના દુધનીયાલમાં 6 આતંકવાદીઓ હોવાના પુષ્ટિ થઈ છે. જેમના સંગઠનની જાણકારી મળી નથી. રામપુરની બીજી તરફ, ખોજાબંદીમાં 10 જૈશ મોહમ્મદના આતંકવાદીઓ ઘૂસણખોરી માટે તૈયાર છે. ભિંબર ગલીની તરફ અને પંજન અને દેહરીમાં 9-9 આતંકવાદીઓની બે ગેંગ ઘુસણખોરીની તૈયારી કરી રહી છે. આ બધા લશ્કર-એ-તૈયબાના છે. નૌશેરાની બીજી તરફ પાંડોરીમાં  લશ્કરના 7 આતંકવાદીઓ હોવાના સમાચાર રેડિયો ઇન્ટરસેપ્ટમાં મળ્યા છે, જે ઘુસણખોરી અને આઈઈડી હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે.

આ પણ વાંચો:- પાકિસ્તાનના 'પોસ્ટર બોય' રિયાઝ નાયકુનો THE END, 10 પોઈન્ટમાં જાણો ઈન્સાઈડ સ્ટોરી

કાશ્મીરના ગુપ્ત વિભાગના એક ટોચના અધિકારીના જણાવ્યા મુજબ, આતંકવાદીઓ મહત્વપૂર્ણ કાશ્મીરીઓ પર હુમલો કરવાની પણ યોજના બનાવી રહ્યા છે. કુલગામમાં નૂરાબાદના બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલના ચેરમેન પર હુમલો કરવાનું કાવતરું બહાર આવ્યું છે. આ ઉપરાંત શોપિયાંના ઘણાં નાગરિકો પર હુમલાની આશંકા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More