Home> India
Advertisement
Prev
Next

મહારાષ્ટ્રઃ પાલઘરમાં બે સાધુઓની મોબ લિંચિંગ પર બબાલ, 101 આરોપીની ધરપકડ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના એક ગામમાં ટોળાએ બે સાધુઓ સહિત ત્રણ લોકોની હત્યા કરી દીધી હતી. તો સરકારે આ મામલાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે. 

મહારાષ્ટ્રઃ પાલઘરમાં બે સાધુઓની મોબ લિંચિંગ પર બબાલ, 101 આરોપીની ધરપકડ

પાલઘરઃ દેશભરમાં કોરોના લૉકડાઉન અને આ વચ્ચે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાંથી શુક્રવારે મોબ લિંચિગની શરમજનક ઘટના સામે આવી હતી. અહીં આશરે 200 લોકોના ટોળાએ 2 સાધુ અને 1 ડ્રાઇવરની મારી-મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનાને લઈને વિપક્ષ ઉદ્ધવ ઠાકરે સરકાર પર સતત હુમલો કરી રહ્યું છે. તો ત્રણ લોકોની નિર્મમ હત્યા પર મહારાષ્ટ્ર સરકારે કાર્યવાહી કરતા 101 લોકોની કસ્ટડીમાં લીધા છે. તેની જાણકારી મહારાષ્ટ્ર મુખ્યમંત્રી કાર્યાલયે આપી છે. 

fallbacks

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ)એ ટ્વીટ કર્યું, પાલઘરની ઘટના પર કાર્યવાહી કરવામાં આવી છે. જેણે 2 સાધુ, 1 ડ્રાઇવર અને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. પોલીસે ઘટનાના દિવસે તે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ગુનો અને શરમજનક કૃત્યના ગુનેગારોને કઠોર સજા આપવામાં આવશે. 

મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે ટ્વીટ કર્યું, મુંબઈથી સુરત જનારા 3 લોકોની પાલઘરમાં થયેલી હત્યા બાદ મારા આદેશથી આ હત્યાકાંડમાં સામેલ 101 લોકોને પોલીસે કસ્ટડીમાં લીધા છે. 

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, પાલઘરમાં જે ક્રૂરતાની સાથે મોબ લિંચિંગ થયું, તે માનવતાને શર્મસાર કરનાર છે. હું એક ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરુ છું. જલદી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. 

ભોપાલથી ભાજપ સાંસદ સાધ્વી પજ્ઞાએ ટ્વીટ કર્યું, હું દુખી છું, મહારાષ્ટ્રમાં બે સન્યાસિઓની નિર્મમ હત્યા કરી દેવામાં આવે. પોલીસ અને તંત્ર મૌન છે. સાધુઓની હત્યા બધા સનાતનિયો તથા દેશ માટે એક પડકાર છે. આ ઘટનાની તપાસ થાય અને સજાની સાથે ન્યાય મળે. 

શું છે સંપૂર્ણ ઘટનાક્રમ?
જાણકારી પ્રમાણે, પાલઘર જિલ્લામાં દાભડી ખાનવેલ રોડ સ્થિત એક આદિવાસી ગામમાં શુક્રવારે આશરે 200 લોકોએ આ ત્રણેયને ચોર સમજીને તેના પર પથ્થરમારો કર્યો હતો અને તેના વાહન રોકવા લાગ્યા હતા. જ્યારે આ લોકોએ પોતાનું વાહન રોક્યું તો તો ટોળાએ તેમને ઉતારીને લાકડીથી રોડ પર મારવાનું શરૂ કરી દીધું હતું. 

જ્યારે ગામલોકોએ તેમના પર પથ્થરમારો કર્યો અને વાહન રોકવાનો પ્રયાસ કર્યો તો ડ્રાઇવરે તેની જાણકારી પોલીસને આપી હતી. આ સૂચના પર પોલીસની ટીમ તાત્કાલીક ઘટના સ્થળ પર પહોંચી અને ગ્રામીણોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટોળું ઉગ્ર હતું તો તેણે પોલીસ પર પણ હુમલો કરી દીધો હતો. હુમલામાં પોલીસના વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. 

ગ્રામીણોના હુમલામાં કાસા પોલીસ સ્ટેશનના અધિકારીઓ સિવાય જિલ્લાના એક સીનિયર પોલીસ અધિકારી પણ ઈજાગ્રસ્ત થયા હતા. કુલ મળીને આ ઘટનમાં પાંચ પોલીસકર્મીને ઈજા પહોંચી હતી. તો આ ઘટનાસ્થળે બે સાધુ અને એક ડ્રાઇવરનું મોત થયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More