નવી દિલ્હીઃ Lucky Mark on Palm: વ્યક્તિ નાનો હોય કે મોટો, દરેકની હથેળી પર ઘણા પ્રકારની રેખાઓ અને નિશાન હોય છે. આ નિશાનો અને રેખાઓથી મનુષ્ય વિશે ઘણા અનુમાન લગાવી શકાય છે. તેનું ભાગ્ય, વૈવાહિક જીવન, ધન, નોકરી વિશે જાણકારી મેળવી શકાય છે. કેટલીક રેખાઓ અને ચિન્હને ખુબ શુભ માનવામાં આવે છે, જેની હથેળી પર આવા માર્ક કે રેખાઓ હોય, તે વ્યક્તિ જીવનમાં ખુબ પ્રગતી કરે છે અને તેને કોઈ વસ્તુની કમી રહેતી નથી. તેવામાં તેવામાં એક નિશાન વિશે આજે અમે તમને આ લેખમાં જણાવીશું, જે હોય તો વ્યક્તિનું ભાગ્ય સારૂ હોય છે.
પ્રગતિ
જે વ્યક્તિની હથેળી પર 'H' નું નિશાન બનેલું હોય છે, તેને ખુબ શુભ માનવામાં આવે છે. આ નિશાન હથેળીના હૃદય, ભાગ્ય અને માથાની રેખાથી મળીને બને છે. જેની હથેળી પર આ નિશાન બનેલું હોય છે. તેનું ભાગ્ય 40 વર્ષની ઉંમર બાદ અચાનક પલટી જાય છે. આ લોકો ત્યારબાદ ખુબ પ્રગતિ કરે છે.
આ પણ વાંચોઃ Chandra Grahan 2022: 8 નવેમ્બરે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો ખાસ વાતો
ભાગ્યનો સાથ
તેવું માનવામાં આવે છે કે જેની હથેળી પર H નું નિશાન બનેલું હોય, તેનું પહેલાનું જીવન ભલે સંઘર્ષથી ભરેલું રહ્યું હોય, બાળપણ ગરીબીમાં પસાર થયું હોય, પરંતુ 40 વર્ષની ઉંમર બાદ તેનું ભાગ્ય અચાનક ખુલી જાય છે અને ભાગ્યનો સાથ મળવા લાગે છે. તેની જીવનશૈલીમાં પરિવર્તન આવે છે.
સફળતા
આવા લોકો જિંદગીમાં તે ઉંચાઈ પર પહોંચી જાય છે, જેના વિશે તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય. 40 વર્ષની ઉંમર બાદ તેના પ્રગતિના દરવાજા ખુલે છે અને તે સફળતાની સીડી ચઢે છે. તેના આગળના જીવનમાં કોઈ વસ્તુની કમી રહેતી નથી અને તે દરેક પ્રકારની સુખ-સુવિધાનો આનંદ માણે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે