ચંડીગઢ: પાનીપતના ચર્ચિત સમજોતા એક્સપ્રેસ બ્લાસ્ટ મામલે પંચકુલાની સ્પેશિયલ એનઆઇએ કોર્ટ આજે (11 માર્ચ) નિર્ણય સંભળાવી શકે છે. આ કેસમાં ચર્ચા થયા બાદ કોર્ટે તેમનો નિર્ણય સુરક્ષિત કર્યો હતો. આ મામલે 8 આરોપીઓમાંથી 1ની હત્યા થઇ ગઇ હતી. 3ને પીઓ જાહેર કરી દીધા હતા. 11 માર્ચે એનઆઇએ કોર્ટ સમજોતા બ્લાસ્ટ મામલે 4 આરોપીઓ સ્વામી અસીમાનંદ, લોકેશ શર્મા, કમલ ચૌહાણ અને રાજિન્દર ચૌદરીને લઇને મોટો નિર્ણય સંભળાવી શકે છે.
વધુમાં વાંચો: રાજનીતિ પ્રમાણિકતાથી કરવી જોઈએ, હું ખોટા વચનો આપતો નથી: નિતિન ગડકરી
એનઆઇએના વકીલ પીકે હાંડાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે સમજોતા એક્સપ્રેસ બ્લાસ્ટ મામલે એનઆઇએ અને બચાવ પક્ષની વચ્ચે ફાઇનલ ચર્ચા થઇ ગઇ છે. ત્યારબાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત કર્યો છે. તેમણે જણાવ્યું કે 26 જૂલાઇ 2010માં આ મામલો NIAને સોંપવામાં આવ્યા હતો. 26 જૂન 2011ના આરોપીઓની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. વકીલ પીકે હાંડાએ જણાવ્યું કે આરોપીઓ પર આઇપીસી ધારા 120 બી કાવતરૂ ઘડવાની (120B,read with 302) સાથે 302 એટલે કે હત્યા. 307 હત્યાનો પ્રયત્ન કરવા, અને વિસ્ફોટક પદાર્થ, રેલ્વેને થયેલું નુકસાનને લઇને ધારાઓ લાગવવામાં આવી છે. જો આ ધારાઓ અંતર્ગત આરોપી દોષી કરાર આપવામાં આવે છે તો ઓછામાં ઓછી આજીવન કેદની સજા થશે.
એનઆઇએના વકીલ પીકે હાંડાએ જમાવ્યું કે એનઆઇએ આ મામલે કુલ 224 સાક્ષીઓની પૂછપરછ કરી છે. જ્યારે બચાવ પક્ષે કોઇ સાક્ષી હાજર કર્યા નથી. માત્ર તેમના દસ્તાવેજ અઅને કેટલાક જજમેન્ટસની કોપી જ કોર્ટમાં હાજર કરી છે. આ મામલે કોર્ટની તરફથી પાકિસ્તાની સાક્ષીને હાજર કરવા માટે ઘણી તક આપવામાં આવી હતી. પરંતુ તેઓ એકવાર પણ કોર્ટમાં આવ્યા નથી. વકીલ હાંડાએ જણાવ્યું કે મામલે અત્યાર સુધી આરોપી અસીમાનંદને જ જામીન મળ્યા છે, જ્યારે બાદી ત્રણેય આરોપીઓ જેલમાં છે.
વધુમાં વાંચો: આચારસંહિતા લાગુ થતા જ રક્ષા મંત્રી નિર્મલા સીતારમને છોડી સ્પેશિયલ ફ્લાઈટ
જણાવી દઇએ કે ભારત-પાકિસ્તાન વચ્ચે અઠવાડીયામાં બે દિવસ ચાલતી સમજોતા એક્સપ્રેસમાં 18 ફેબ્રુઆરી 2007માં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. ટ્રેન દિલ્હીથી લાહોર જઇ રહી હતી. વિસ્ફોટ હરિયાણાના પાનીપત જિલ્લામાં ચાંદની બાગ સ્ટેશન અંતર્ગત સિવાહ ગામના દિવાના સ્ટેશન પાસે થયો હતો. આ ઘટનામાં 68 લોકોના મોત થયા હતા. બ્લાસ્ટમાં 12 લોકો ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટમાં મૃતક મોટાભાગના પાકિસ્તાની નાગરિક હતા. મૃતક 68 લોકોમાં 16 બાળકો સહિત 4 રેલ્વે કર્મચારી પણ સામેલ હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે