Home> India
Advertisement
Prev
Next

Monsoon Session: કોંગ્રેસ સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચાયું, લોકસભામાં મોંઘવારી પર ચર્ચા શરૂ

લોકસભામાં સસ્પેન્ડ કરાયેલા સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચાઈ ગયું છે. આ સાથે જ સંસદમાં કેન્દ્ર અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલો ગતિરોધ પણ હવે દૂર થયો છે અને મોંઘવારી પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. લોકસભામાં વિપક્ષ સાથે સહમતિ થયા બાદ સાંસદોનું સસ્પેન્શન ખતમ કરવા માટે પ્રસ્તાવ લાવવામાં આવ્યો. આ સાથે જ લોકસભાથી સસ્પેન્ડ થયેલા સાંસદોનું સસ્પેન્શન ખતમ થઈ ગયું. 

Monsoon Session: કોંગ્રેસ સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચાયું, લોકસભામાં મોંઘવારી પર ચર્ચા શરૂ

નવી દિલ્હી: લોકસભામાં સસ્પેન્ડ કરાયેલા સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચાઈ ગયું છે. આ સાથે જ સંસદમાં કેન્દ્ર અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલો ગતિરોધ પણ હવે દૂર થયો છે અને મોંઘવારી પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. લોકસભામાં વિપક્ષ સાથે સહમતિ થયા બાદ સાંસદોનું સસ્પેન્શન ખતમ કરવા માટે પ્રસ્તાવ લાવવામાં આવ્યો. આ સાથે જ લોકસભાથી સસ્પેન્ડ થયેલા સાંસદોનું સસ્પેન્શન ખતમ થઈ ગયું. 

fallbacks

વાત જાણે એમ છે કે સંસદના ચોમાસુ સત્રમાં મોંઘવારી, જીએસટી જેવા મુદ્દાઓને લઈને ખુબ હંગામો થઈ રહ્યો છે. વિપક્ષ સતત આ મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. જુલાઈના અંતમાં સંસદમાં પ્લેકાર્ડ દેખાડવાના પગલે કોંગ્રેસના ચાર સાંસદોને લોકસભાના સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરાયા હતા. જે ચાર સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા તેમાં મનિકમ ટાગોર, ટીએન પ્રતાપન, જોથિમણિ અને રામ્યા હરિદાસ સામેલ હતા. 

ઓમ બિરલાની પહેલા રંગ લગાવી
સદનને ચલાવવા માટે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની પહેલ રંગ લાવી. ઓમ બિરલાએ આજે તમામ પક્ષોના નેતાઓની બેઠક બોલાવી હતી. સ્પીકર બિરલાના કહેવાથી સરકાર લોકસભામાં સાંસદોના સસ્પેન્શનને હટાવવાનો પ્રસ્તાવ લાવી. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે સદનમાં થયેલી ઘટનાઓથી બધા હતપ્રત છે. હું પણ આઘાત પામ્યો છું. દેશને પણ પીડા પહોંચી છે. 

તેમણે કહ્યું કે આ સંસદ દેશની સર્વોચ્ચ લોકતાંત્રિક સંસ્થા છે. અહીંની સંસદીય પરંપરા પર અમને બધાને ગર્વ છે. ચર્ચા-સંવાદ અને સકારાત્મક ચર્ચાથી સદનને પ્રતિષ્ઠા મળી છે. આપણા પૂર્વના અધ્યક્ષો અને સભ્યોએ મર્યાદા અને પરંપરાને નીભાવી છે. આ મર્યાદા અને શાલિનતાની રક્ષા કરવી એ આપણી સામૂહિક જવાબદારી છે. 

વિષયો પર સહમતિ-અસહમતિ હોઈ શકે છે. પરંતુ અમે સદનની ગરીમા જાળવી રાખી છે. ચર્ચા-સંવાદ, તર્ક-વિતર્ક હોય, વિષયો પર વાત થાય. તમામ પક્ષોના નેતાઓ અને સભ્યો ઈચ્છે છે કે સદન ચાલે. સદન ચાલતું હોય ત્યારે  બધાને પૂરતો સમય અને તક આપું છું. દેશની જનતા આપણા પર વિશ્વાસ રાખે છે કે નિયમ-પ્રક્રિયાઓનું પાલન કરીને આ સર્વોચ્ચ સદનની મર્યાદા જાળવી રાખીશું. 

આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે તમામ સભ્યોને અપીલ કરું છું કે કોઈ પણ સભ્ય પ્લેકાર્ડ લઈને સદનમાં ન આવે. અંતિમ વાર તક આપું છું. પછી હું કોઈનું સાંભળીશ નહીં. જો કોઈ પ્લે કાર્ડ લઈને આવશે તો કાર્યવાહી કરવી પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

    
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More