Home> India
Advertisement
Prev
Next

Parliament Session: લોકસભા અનિશ્ચિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં હંગામાનો ઉલ્લેખ કરી ભાવુક થયા વેંકૈયા નાયડૂ

19 જુલાઈથી શરૂ થયેલું સંસદનું સત્ર 13 ઓગસ્ટે પૂરુ થવાનું છે. પરંતુ આ પહેલા લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.
 

Parliament Session: લોકસભા અનિશ્ચિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં હંગામાનો ઉલ્લેખ કરી ભાવુક થયા વેંકૈયા નાયડૂ

નવી દિલ્હીઃ સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. પરંતુ જ્યારથી સત્ર શરૂ થયું છે, ત્યારથી સંસદમાં દરરોજ હંગામો જોવા મળી રહ્યો છે. વિપક્ષ પેગાસસ જાસૂસી, મોંઘવારી અને કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યું છે. 19 જુલાઈથી શરૂ થયેલું સંસદનું સત્ર 13 ઓગસ્ટે પૂરુ થવાનું છે. પરંતુ આ પહેલા લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે લોકસભામાં મંગળવારે ઓબીસી સંશોધન બિલ પાસ થયા બાદ લોકસભાને સ્થગિત કરી દેવામાં આવી છે. 

fallbacks

લોકસભા અનિશ્ચિત કાળ માટે સ્થગિત
જ્યારથી સત્ર શરૂ થયું ત્યારથી દરરોજ ગૃહમાં હોબાળો ચાલી રહ્યો છે. કામકાજ દરમિયાન અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત કરવી પડી છે. મંગળવારે સરકારે ઓબીસી સંશોધન બિલ લોકસભામાંથી પાસ કરાવી લીધું હતું. આ બિલનું વિપક્ષી પાર્ટીઓએ પણ સમર્થન આપ્યું હતું. હવે બુધવારે લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે લોકસભાનું આ સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલવાનું હતું, પરંતુ હવે બે દિવસ પહેલા જ લોકસભાનું સત્ર અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

રાજ્યસભામાં ભાવુક થયા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ
રાજ્યસભામાં આજે સભાપતિ વેંકૈયાએ નાયડૂ ગઈકાલે સંસદમાં થયેલા હંગામાની નિંદા કરી છે. તેમણે કહ્યુ કે, વિપક્ષના કોઈપણ સભ્ય સરકારને મજબૂર ન કરી શકે કે તેણે શું કરવાનું છે અને શું નહીં. સભાપતિ વેંકૈયા નાયડૂએ મંગળવારની ઘટનાને લઈને દુખ વ્યક્ત કર્યુ હતું. સભાપતિ પોતાનું દુખ જાહેર કરતા ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, વિપક્ષ ગૃહની મર્યાદા ભૂલી ગયું છે, આવી ઘટના બીજીવાર ન થવી જોઈએ. 

રાજ્યસભામાં હંગામો કરનાર સાંસદો વિરુદ્ધ પગલા ભરાશે
રાજ્યસભામાં મંગળવારે કૃષિ કાયદાની વિરુદ્ધ વિપક્ષી સાંસદોએ ખુબ હંગામો કર્યો હતો. કોંગ્રેસ સાંસદ પ્રતાપ સિંહ બાજવાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ ટેબલ પર ચઢી ગયા છે. આ મુદ્દા પર સંસદીય કાર્ય રાજ્યમંત્રી અર્જુન મેઘવાલે કહ્યુ કે, જે લોકોએ રાજ્યસભામાં હંગામો કર્યો હતો, તેના વિરુદ્ધ કાર્યવાહીને લઈને વિચાર ચાલી રહ્યો છે. 

પેગાસસ જાસૂસી મામલો, ત્રણ કૃષિ કાયદાને પરત લેવાની માંગ સહિત અન્ય મુદ્દા પર વિપક્ષી દળોના હોબાળાને કારણે સંસદનું કામકાજ સારી રીતે થઈ શક્યું નથી અને માત્ર 22 ટકા કાર્ય થયું. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સવારે કાર્યવાહી શરૂ થવા પર જણાવ્યું કે, 17મી લોકસભાની છઠ્ઠી બેઠક 19 જુલાઈ 2021થી શરૂ થઈ અને આ દરમિયાન 17 બેઠકોમાં 21 કલાક 14 મિનિટનું કામકાજ થયું છે. 

લોકસભા સ્પીકર બોલ્યા- આશા પ્રમાણે કામ થઈ શક્યું નહીં
તેમણે કહ્યું કે ગૃહનું કામકાજ અપેક્ષા અનુરૂપ રહ્યું નહીં. બિરલાએ જણાવ્યુ કે, વ્યવધાનને કારણે 96 કલાકમાં આશરે 74 કલાક કામકાજ થઈ શક્યું નહીં. લોકસભા અધ્યક્ષે કહ્યુ- સતત વિક્ષેપને કારણે માત્ર 22 ટકા કાર્ય થયું. તેમણે કહ્યું કે, આ સત્ર દરમિયાન બંધારણ (127મું સંશોધન) બિલ સહિત કુલ 20 બિલ પાસ કરવામાં આવ્યા છે. બિરલાએ જણાવ્યુ કે ચોમાસુ સત્ર દરમિયાન 66 તારાંકિત પ્રશ્નોના મૌખિક ઉત્તર આપવામાં આવ્યા અને સભ્યોએ નિયમ 377 હેઠળ 331 મામલા ઉઠાવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More