Home> India
Advertisement
Prev
Next

વક્ફ સંશોધન બિલ લોકસભામાં રજૂ, કિરેન રિજિજૂએ જણાવ્યું કેમ જરૂરી છે આ બિલ

Waqf Amendment Bill in Lok Sabha: સંસદના નીચલા ગૃહમાં આજે વક્ફ સંશોધન બિલ રજૂ થયું અને બિલ રજૂ થતાની સાથે જ વિપક્ષનો હંગામો પણ જોવા મળ્યો. 

વક્ફ સંશોધન બિલ લોકસભામાં રજૂ, કિરેન રિજિજૂએ જણાવ્યું કેમ જરૂરી છે આ બિલ

સંસદીય મામલાઓના મંત્રી કિરેન રિજિજૂએ આજે લોકસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ કર્યું. જેવું બિલ લોકસભામાં રજૂ કર્યું કે વિપક્ષે આપત્તિ જતાવવા માંડી. જેના પર ગૃહમંત્રી અમિત શાહે ઊભા થઈને કહ્યું કે કોંગ્રેસની કમિટીઓ બસ થપ્પો લગાવતી હતી. હવે સદનમાં બિલ પર ચર્ચા ચાલુ છે. વક્ફ બિલ રજૂ થવાથી એનડીએ અને ઈન્ડિયા ગઠબંધનમાં બેઠકોનો સિલસિલો થયો. એક બાજુ ઈન્ડિયા ગઠબંધનના ઘટક પક્ષોની બેઠક થઈ. જ્યારે બીજી બાજુ એનડીએની પણ બેઠક થઈ. આ બધા વચ્ચે પીએમ મોદી પણ સંસદ ભવન પહોંચ્યા. 

fallbacks

શું કહ્યું કેન્દ્રીય મંત્રીએ
લોકસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ કર્યા બાદ સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે હું એ કહેવા માંગુ છું કે બંને સદનોની સંયુક્ત સમિતિમાં વક્ફ સંશોધન બિલ પર જે ચર્ચા થઈ છે તે ભારતના સંસદીય ઈતિહાસમાં આજ સુધી ક્યારેય થઈ નથી. હું સંયુક્ત સમિતિના તમામ સભ્યોનો આભાર માનુ છું અને શુભેચ્છા પાઠવું છું. અત્યાર સુધીમાં વિવિધ સમુદાયોના રાજ્ય ધારકોના કુલ 284 પ્રતિનિધિમંડળોએ સમિતિ સમક્ષ પોતાના વિચાર અને સૂચનો રજૂ કર્યા. 25 રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વક્ફ બોર્ડોએ પણ પોતાની રજૂઆત કરી છે. 

તેમણે એમ પણ કહ્યું કે મને માત્ર આશા નહીં પરંતુ પૂરેપૂરો વિશ્વાસ છે કે આ બિલનો વિરોધ કરનારાઓના દિલમાં પણ બદલાવ આવશે. દરેક સકારાત્મક દ્રષ્ટિકોણની સાથે આ બિલનું સમર્થન કરશે.  હું મારા મનની વાત કરવા માંગુ છું. કિસી કી બાત કોઈ બદ-ગુમા ન સમજેગા, ઝમીન કા દર્દ કભી આસમાન નહી સમજેગા...

સંશોધન ન લાવવામાં આવ્યું હોત તો આ સંસદ ભવન પણ વક્ફની પ્રોપર્ટી હોત-રિજિજૂ
કિરેન રિજિજૂએ કહ્યું કે 203માં દિલ્હી વક્ફ બોર્ડે પાર્લિયામેન્ટનું જે  બિલ્ડિંગ છે તેને પણ વક્ફ પ્રોપર્ટી જાહેર કરી હતી. યુપીએની સરકારે તેને ડિનોટિફાઈ પણ કર્યું. જો નરેન્દ્ર મોદીજીની સરકાર ન હોત, અમે સંશોધન ન લાવ્યા હોત તો જે જગ્યાએ આપણે બેઠા છીએ તે પણ વક્ફની સંપત્તિ હોત. યુપીએ સરકાર હોત તો ખબર નહીં કેટલી સંપત્તિઓ ડિનોટિફાઈ થઈ હોત. હું કઈ પણ મારા મનથી નથી બોલતો. આ બધુ રેકોર્ડની વાત છે. કિરેન રિજિજૂની આ વાત પર વિપક્ષે  હંગામો મચાવવાનો શરૂ કર્યો. વિપક્ષના જોરદાર હંગામા પર કિરેન રિજિજૂએ કહ્યું કે જો તર્ક નથી તો આ પ્રકારનો હંગામો કરવો યોગ્ય નથી. સ્પીકરે કહ્યું કે તમારો વારો આવશે તો તમારી વાત રજૂ કરજો.

 શું કહ્યું અમિત શાહે
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવવામાં આવ્યો છે. ભારત સરકારની કેબિનેટે એક બિલ અપ્રુવ કરીને સદન સામે રજૂ કર્યું. સદન તરફથી આ બિલ જેપીસીને મોકલવામાં આવ્યું. કમિટીએ પોતાનો મત રજૂ કર્યો. આ મત ફરીથી કેબિનેટ પાસે આવ્યો. કમિટીના સૂચન કેબિનેટે સ્વીકારી લીધા અને સંશોધન તરીકે કિરેન રિજિજૂ લઈને આવ્યા છે. જો આ કેબિનેટના અપ્રુવલ  વગર આવત તો પોઈન્ટ ઓફ ઓર્ડર રેઈઝ કરી શકતા હતા. આ ક્રોંગ્રેસના જમાના જેવી કમિટી નથી. અમારી કમિટીઓ દિમાગ ચલાવે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More