Home> India
Advertisement
Prev
Next

યુપીમાં Lockdown વધારવાની જાહેરાત, હવે 17 મે સુધી લાગુ રહેશે કડક પ્રતિબંધો

રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની (Yogi Adityanath) સરકારે રાજ્યમાં કોરોનાના (UP Corona Case) વધતા જતા કેસોને જોતા લોકડાઉનની અવધિ 17 મે સુધી લંબાવી દીધી છે. આ પ્રતિબંધોનો અમલ સોમવારે 10 મેના રોજ કરવામાં આવ્યો હતો.

યુપીમાં Lockdown વધારવાની જાહેરાત, હવે 17 મે સુધી લાગુ રહેશે કડક પ્રતિબંધો

લખનઉ: ઉત્તર પ્રદેશમાં (UP) કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકડાઉન (Lockdown) એક અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની (Yogi Adityanath) સરકારે રાજ્યમાં કોરોનાના (UP Corona Case) વધતા જતા કેસોને જોતા લોકડાઉનની અવધિ 17 મે સુધી લંબાવી દીધી છે. આ પ્રતિબંધોનો અમલ સોમવારે 10 મેના રોજ કરવામાં આવ્યો હતો.

fallbacks

દરમિયાન બે દિવસ પહેલા યુપી સરકારે બીજો આદેશ જાહેર કર્યો હતો, જેમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ, તબીબી અથવા આવશ્યક સેવાઓનો પુરવઠો, આવશ્યક ચીજોનું પરિવહન, ઇ-કોમર્સ સેવાઓ, કટોકટી તબીબી અને દૂરસંચાર, ટપાલ સેવા, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલા લોકો સેવાને ઇ-પાસ લેવાની જરૂર રહેશે નહીં.

આ પણ વાંચો:- બિગ બજેટ ફિલ્મ 'આદિપુરુષ'નું શુટિંગ ફરી અટવાયું.... હવે બાકીનું શુટિંગ કરાશે હૈદરાબાદમાં

યુપીમાં નવા કેસ ઘટ્યા
યુપીમાં કોરોના કહેર અટકી રહ્યો નથી. જો કે, રાજ્યમાં લોકડાઉનના પ્રતિબંધો વચ્ચે કોવિડના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, રિકવર દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્ય મુખ્ય સચિવ સૂચના નવનીત સહગલે શનિવારે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપના 26,847 નવા કેસ નોંધાયા છે. જ્યારે રજા આપવામાં આવતા લોકોની સંખ્યા 34,731 છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More