Home> India
Advertisement
Prev
Next

મુંબઈઃ શિવાજી સ્મારક પાસે પલટી હોડી, 1 મોત, 24 બચાવાયા

ડિસેમ્બર 2016માં વડા પ્રદાન નરેન્દ્ર મોદીએ શિવાજી સ્મારક માટે ભૂમિપૂજન કર્યું હતું 

મુંબઈઃ શિવાજી સ્મારક પાસે પલટી હોડી, 1 મોત, 24 બચાવાયા

મુંબઈઃ મુંબઈ અરબી સમુદ્રમાં પ્રસ્તાવિત શિવાજી સ્મારક પાસે એક હોડી પલટી જતાં તેમાં સવાર 25 લોકો ડૂબી ગયા હતા. કોસ્ટગાર્ડ દ્વારા 24 લોકોને બચાવી લેવાયાં હતા, જ્યારે એક વ્યક્તિનું મોત થયું હતું.  શિવાજી સ્મારકના શુભારંભ પ્રસંગે ત્રણ બોટ સમુદ્રમાં જઈ રહી હતી. એક બોટમાં નેતાઓ હતા, બીજી બોટમાં અધિકારીઓ હતા અને ત્રીજી બોટમાં પત્રકારો હતા. 

fallbacks

અધિકારીઓને લઈને જઈ રહેલી બોટ નરીમન પોઈન્ટથી પશ્ચિમ દિશામાં 2.6 કિમી દૂર એક ખડક સાથે અથડાઈ જતાં પલટી મારી ગઈ હતી. દુર્ઘટનાની જાણ થતાં કોસ્ટગાર્ડની ટીમ હેલિકોપ્ટર લઈને પહોંચી ગઈ હતી અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરાઈ હતી.  

નેવીના હેલિકોપ્ટર અને રેસ્ક્યુ બોટની મદદથી 24 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા હતા. જ્યારે 25 વર્ષનો સિદ્ધેશ પવાર લાપતા થઈ ગયો હતો. કોસ્ટગાર્ડે જણાવ્યું કે, તેની ડેડબોડી સ્ટેટ પાવર રૂમ પાસેથી મળી આવી હતી. 

ઉલ્લેખનીય છે કે, શિવાજી સ્મારકનું નિર્માણકાર્ય આજે એટલે કે બુધવારથી શરૂ થવાનું હતું. શિવાજી સ્મારક પાસે એક હોડી પલટી જવાની ઘટનાથી આ કાર્યક્રમ રદ કરી દેવાયો છે. ડિસેમ્બર 2016માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિવાજી સ્મારક માટે ભૂમિપૂજન કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More