Home> India
Advertisement
Prev
Next

કોલકતા: વિમાનને બ્લાસ્ટ કરવાનો પ્લાન કરી રહ્યો હતો આ શખ્સ, ATS કરી ધરપકડ

ફ્લાઇટની અંદર ઘૂસતા સમયે શખ્સે મોઢા પર રૂમાલ બાંધેલો હતો અને ફોન પર વાત કરતા બોલી રહ્યો હતો કે તે વિમાનને ઉડાવી દેશે.

કોલકતા: વિમાનને બ્લાસ્ટ કરવાનો પ્લાન કરી રહ્યો હતો આ શખ્સ, ATS કરી ધરપકડ

શોમેન ભટ્ટાચાર્ય, ઉલ્ફી/ કોલકતા: કોલકતા એરપોર્ટ પર સીઆઇએસએફે એક શંકાસ્પદની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરવામાં આવેલા શખ્સ પર આરોપ છે કે કથિત રૂપ પર તેણે ફોન પર પ્લેન ઉડાવવાની ધમકી આપી રહ્યો હતો. સોમવારે (26 નવેમ્બર) આ શખ્સ કોલકાતાથી મુંબઇ જતાં જેટ એરવેઝની ફ્લાઇટમાં યાત્રા કરવા જઇ રહ્યો હતો. ફ્લાઇટની અંદર ઘૂસતા સમયે શખ્સે મોઢા પર રૂમાલ બાંધેલો હતો અને ફોન પર વાત કરતા બોલી રહ્યો હતો કે તે વિમાનને ઉડાવી દેશે.

fallbacks

બધા યાત્રીઓને મારી નાખવાની આપી ધમકી
જાણકારો અનુસાર, આ શખ્સ ફોન પર વાત કરતા સમયે કહી રહ્યો હતો કે તે વિમાનમાં બેઠેલા બધા યાત્રીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો. શખ્સની વાત સાંભળ્યા બાદ વિમાનમાં બેઠેલા યાત્રીઓમાં ભય ફેલાઇ ગયો હતો. તેમણે આ વાતની જાણકારી પાયલોટને કરી ત્યારબાદ એટીએસને જાણ કરવામાં આવી હતી.

એટીએસની જાણકારી આપ્યા બાદ જ વિમાનને ટેક્સી-બેની તરફ લઇ જવામાં આવ્યું અને બધા યાત્રીઓને પ્લેનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ અને એટીએસની ટીમે શંકાસ્પદ શખ્સની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી.

 

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More