Home> India
Advertisement
Prev
Next

કૃષિ બિલ પાસ થવા પર બોલ્યા પીએમ મોદી- આ ઐતિહાસિક દિવસ, MSP યથાવત રહેશે


તો એમએસપીના મુદ્દા પર પોતાની વાત રિપીટ કરતા પીએમ મોદીએ કહ્યુ, હું પહેલા પણ કહી ચુક્યો છું અને એકવાર ફરી કહુ છું, એમએસપીની વ્યવસ્થા યથાવત રહેશે. સરકારી ખરીદી યથાવત રહેશે. 

કૃષિ બિલ પાસ થવા પર બોલ્યા પીએમ મોદી- આ ઐતિહાસિક દિવસ, MSP યથાવત રહેશે

નવી દિલ્હીઃ કૃષિ સાથે સંબંધિત બે બિલ રાજ્યસભામાં પાસ થઈ ગયા છે.  કૃષિ પેદાશ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ -2020 અને ખેડૂત (સશક્તિકરણ અને સુરક્ષા) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ બિલ -2020ને ધ્વનિમતથી પાસ કરવામાં આવ્યા. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેને ભારતના કૃષિ ઈતિહાસમાં એક મોટો દિવસ ગણાવ્યો છે. સાથે પીએમે કહ્યુ કે, એમએસપીની વ્યવસ્થા પણ યથાવત રહેશે. 

fallbacks

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું, 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે એક મોટો દિવસ છે. સંસદમાં બે મહત્વના બિલ પાસ થવા પર હું આપણા પરિશ્રમી અન્નદાતાઓને શુભેચ્છા આપુ છું. આ ન માત્ર કૃષિ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવશે, પરંતુ તેનાથી કરોડો કિસાન સશક્ત થશે.'

પીએમ મોદીએ કહ્યુ, દાયકાઓ સુધી આપણા કિસાન ભાઈ-બહેન ઘણા પ્રકારના બંધનોમાં ઝડકાયેલા હતા અને વચેટિયાઓનો સામનો કરવો પડતો હતો. સંસદમાં પાસ બિલથી અન્નદાતાઓને આ બધામાંથી આઝાદી મળી છે. તેનાથી કિસાનોની આવક બમણી કરવાના પ્રયાસોને બળ મળશે અને તેમની સમૃદ્ધિ નક્કી થશે.'

આધુનિક ટેક્નોલોજીની તત્કાલ જરૂર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગળ કહ્યુ-આપણા કૃષિ ક્ષેત્રને આધુનિક ટેક્નોલોજીની તત્કાલ જરૂર છે, કારણ કે તેનાથી મહેનતુ ખેડૂતોને મદદ મળશે. હવે આ બિલ પાસ થવાથી આપણા કિસાનોની પહોંચ ભવિષ્યની ટેક્નોલોજી સુધી સરળ થશે. તેનાથી ન માત્ર ઉત્પાદન વધશે, પરંતુ સારા પરિણામ સામે આવશે. આ એક સ્વાગત કરવા યોગ્ય પગલુ છે. 

કૃષિ બિલ ધ્વનિમતથી પાસ કરાવવાનો વિરોધ, 12 સાંસદો ગૃહમાં ધરણા પર બેઠા

તો એમએસપીના મુદ્દા પર પોતાની વાત રિપીટ કરતા પીએમ મોદીએ કહ્યુ, હું પહેલા પણ કહી ચુક્યો છું અને એકવાર ફરી કહુ છું, એમએસપીની વ્યવસ્થા યથાવત રહેશે. સરકારી ખરીદી યથાવત રહેશે. અમે અહીં આપણા કિસાનોની સેવા માટે છીએ. અમે અન્નદાતાઓની સહાયતા માટે હરસંભવ પ્રયાસ કરીશું અને તેની આવનારી પેઢીઓને સારૂ જીવન મળે તે નક્કી કરીશું. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More