Home> India
Advertisement
Prev
Next

કોંગ્રેસે ફિલ્મી સિતારાઓને ભારત રત્નથી નવાજ્યા પરંતુ આંબેડકરને નહી: પાસવાન

એલજેપી પ્રમુખ રામવિલાસ પાસવાને શનિવારે કોંગ્રેસ સહિત વિપક્ષી દળોના દલિત સમર્થક હોવાના દવા પર સવાલ ઉઠાવ્યો

કોંગ્રેસે ફિલ્મી સિતારાઓને ભારત રત્નથી નવાજ્યા પરંતુ આંબેડકરને નહી: પાસવાન

નવી દિલ્હી : એલજેપી પ્રમુખ રામવિલાસ પાસવાને શનિવારે કોંગ્રેસ સહિત વિપક્ષી દળોના દલિત સમર્થક હોવાના દાવા પર સવાલ ઉઠાવ્યા અને 14 સવાલ પુછીને ભારતની સૌથી જુની પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીને તેનો જવાબ આપવા માટે જણાવ્યું હતું. એલજેપી અધ્યક્ષે દલિત અને આદિવાસીઓની ચિંતાઓ દુર કરવા માટે સંસદમાં અનુસૂચિત જાતી અને અનુસૂચિત જનજાતી (અત્યાચાર નિવારણ) વિધેયકને ઝડપથી પસાર કરવા માટે વડાપ્રધાન મોદીના વખાણ પણ કર્યા હતા. 

fallbacks

પાસવાને દલિત સમુદાય અને પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે, હું રાહુલ ગાંધીને પુછવા માંગુ છું કે દલિતોના આદર્શ બી.આર આંબેડકરે જ્યારે બે વાર લોકસભા ચૂંટણી લડી તો તેમની પાર્ટી વિરુદ્ધ ઉભા શા માટે રહ્યા હતા. કેમ સંસદના કેન્દ્રીય કક્ષમાં આંબેડકરની કોઇ જ તસ્વીર નહોતી, જ્યારે નેહરૂ પરિવારના ત્રણ સભ્યોની તસ્વીરો હતો. શા માટે તેમની પાર્ટીએ સત્તામાં રહેવા દરમિયાન આંબેડકરને ભારત રત્નથી નવાજ્યા નહોતા જ્યારે ફિલ્મ સ્ટાર્સને પણ ભારત રત્ન આપવામાં આવ્યા. 

પાસવાને કોંગ્રેસને પુછ્યા તીખા સવાલ
કેન્દ્રીય મંત્રી જેઓ અન્ય સવાલ પુછ્યા તેમાં ઓબીસી પંચને કોંગ્રેસના શાસન કાળમાં સંવૈધાનિક દરજ્જો નહી મળવા, આંબેડકરનો જે સ્થળ પર જન્મ થયો ત્યાં અને જ્યાં તેઓ રહ્યા તે સ્થળો પર સ્મારકનું નિર્માણ ન કરાયું. ઉપરાંત આંબેડકરનું જ્યાં મૃત્યુ થયું તે સ્થળ (લંડન)માં શા માટે સ્મારક નહી બનાવવા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. 

પાસવાને માયાવતી પર સાધ્યું નિશાન
દલિત નેતાએ બસપા પ્રમુખ માયાવતી પર પણ બેવડો માપદંડ અખતિયાર કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, તેમની સરકારે અનુસૂચિત જાતી અને જનજાતી અધિનિયમના દુરૂપયોગ અંગે ઓક્ટોબર 2007માં દિશા-નિર્દેશ આપ્યા હતા અને કહ્યું હતુ કે પોલીસ આ કાયદા હેઠળ આવેલી ફરિયાદની તપાસ કર્યા બાદ જ કેસ દાખલ કરે. 

સમાજવાદી પાર્ટીએ સવાલ પુછતા પાસવાને કહ્યું કે, જ્યારે તમામ પાર્ટીઓ દલિતો માટે પદોન્નતીમાં અનામત માટે એક વિધેયકના પક્ષમાં હતા તો સપાએ તેનો વિરોધ શા માટે કર્યો. તમામ વિપક્ષી પાર્ટીઓની જેમ જ તેઓ (સપા) પણ મહાગઠબંધન પણ દલિત વિરોધી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More