નવી દિલ્હીઃ ટૂલકિટ (toolkit) કેસમાં ધરપકડ કરાયેલ એક્ટિવિસ્ટ દિશા રવિ (Disha ravi) મામલામાં શનિવારે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થઈ હતી. ત્રણ કલાક ચાલેલી ચર્ચા બાદ કોર્ટ 23 ફેબ્રુઆરીએ દિશા રવિના જામીન પર ચુકાદો આપશે. કોર્ટે 22 વર્ષની એક્ટિવિસ્ટને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી હતી. દિશા રવિએ જામીન માટે શુક્રવારે અરજી દાખલ કરી હતી.
તો સુનાવણી દરમિયાન સરકારી વકીલે જામીન અરજીનો વિરોધ કર્યો હતો. દિલ્હી પોલીસે જણાવ્યુ કે, એમ.ઓ ધોલીવાલ તરફથી સોશિયલ મીડિયા પર ખાલિસ્તાન સમર્થનમાં પેજ બનાવવામાં આવ્યું છે. પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશને કિસાનોના આંદોલનનો ઉપયોગ કર્યો અને ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો.
તો દિશા રવિના વકીલે કહ્યુ કે, કોઈ દેશ વિરોધી વ્યક્તિ સાથે વાતચીત કરવાથી અમે દેશ વિરોધી થઈ જશું? પોતાની વાતને કોઈપણ પ્લેટફોર્મ પર રાખવી ગુનો નથી. દિલ્હી પોલીસ કોઈ લિંક બનાવી શકી નથી. તેમણે કહ્યું કે, કોઈ આંદોલનને પસંદ-નાપંસદ કરી શકે છે. નાપંસદ કરવાનો તે અર્થ નથી કે અમે દેશદ્રોહી થઈ ગયા.
આ પણ વાંચોઃ PM Modi 22 ફેબ્રુઆરીએ અસમ અને બંગાળના પ્રવાસે, અનેક યોજનાઓની આપશે ભેટ
દિશા રવિના વકીલે કહ્યુ કે, સવાલ તે છે કે શું ટૂલકિટ ઓફેન્સિવ છે. કોઈપણ મહત્વપૂર્ણ મામલામાં કોઈ વાત કરવી ગુનો નથી. કોઈ સાથે અમે વાત કરીએ તો તે દેશ વિરોધી છે તો તેની સજા મને કેમ? 5 દિવસની રિમાન્ડમાં એકવાર તમે બેંગલુરૂ લઈને નથી ગયા. કંઈ રિકવર કર્યું નથી. જ્યારે પોલીસ પ્રમાણે આ બધુ બેંગલુરૂમાં થયું હતું.
દિશા રવિના વકીલે કહ્યું કે, જ્યારે પણ તપાસ માટે જરૂરી હશે, દિલ્હી પોલીસનો સહયોગ કરવામાં આવશે. હું તપાસ પૂરી થવા સુધી દિલ્હી છોડીશ નહીં. તે માટે હું શપથ પત્ર પણ આપવા માટે તૈયાર છું. તેમણે કહ્યું કે 149 લોકો અત્યાર સુધી 26 જાન્યુઆરીની હિંસામાં ઝડપાયા છે શું મારી કોઈ સાથે વાત થઈ?
આ પણ વાંચોઃ દેશમાં ફરી વધી રહ્યા છે Corona ના કેસ, કેન્દ્રએ આ રાજ્યોને કર્યા એલર્ટ
તેમણે કહ્યું કે, પોલીસની મંજૂરીથી હજારો લોકો દિલ્હીમાં આવ્યા, મેં 10ને બોલાવ્યા તો આમ કરી દીધું. ટ્રેક્ટર રેલીના આયોજક સંયુક્ત કિસાન મોર્ચા છે. શું તેના પર સેડિશન (રાજદ્રોહ) લગાવવામાં આવ્યો?
સરકારી વકીલે જામીન અરજીનો વિરોધ કર્યો. દિલ્હી પોલીસ તરફથી કહેવામાં આવ્યું કે, આ મામલામાં કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જેને અમે સીલ બંધ કવરમાં આપવા ઈચ્છીએ છીએ. દિલ્હી પોલીસે દસ્તાવેજ કોર્ટમાં રજૂ કર્યા. ત્યારબાદ જજે પોલીસને પૂછ્યુ કે દિશા રવિની કઈ કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે