Home> India
Advertisement
Prev
Next

બસપાની અસલિયત સામે આવી, પેટાચૂંટણીમાં જનતા પાઠ ભણાવશે: સપા

સપાએ લોકસભા ચૂંટણીમાં આંતરિક ગઠબંધનની નિષ્ફળતા બાદ બસપા પ્રમુખ માયાવતીનાં અંદાજ પર વળતો પ્રહાર કરતા રવિવારે કહ્યું કે, જનતા બસપાનો અસલિયત જાણે છે

બસપાની અસલિયત સામે આવી, પેટાચૂંટણીમાં જનતા પાઠ ભણાવશે: સપા

લખનઉ : સપાએ લોકસભા ચૂંટણીમાં આંતરિક ગઠબંધનની નિષ્ફળતા બાદ બસપા પ્રમુખ માયાવતીના આકરા નિવેદન પર વળતો પ્રહાર કરતા રવિવારે કહ્યું કે, જનતા બસપાનો અસલી ચહેરો જાણે છે અને ઉત્તરપ્રદેશની આગામી વિધાનસભા પેટા ચૂંટણીમાં તેને જવાબ આપશે. સપાના રાષ્ટ્રીય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ અહીં ભાષા સાતે વાતચીતમાં એક સવાલ અંગે કહ્યું કે, બસપા પ્રમુખ ભલે સપાને ગમે તેમ કહેતું રહેતું હોય, પરંતુ જનતા તેમની અસલીયત જાણે છે. બસપા પ્રમુખનાં નિવેદન અંગે સપા અધ્યક્ષની કોઇ જ પ્રતિક્રિયા નથી આવવા અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું કે, પ્રદેશની 12 વિધાનસભા સીટો માટે યોજાનારી પેટા ચૂંટણીમાં જનતા બસપાને જવાબ આપશે. 

fallbacks

10 કરોડથી વધારે કમાણી છે તો અડધો અડધ રકમ ટેક્ષ તરીકે ચુકવવી પડશે
ચૌધરીએ કહ્યું કે, તેમની પાર્ટીએ પેટા ચૂંટણીની તૈયારી ચાલુ કરી દીધી છે અને સપા બસપા સહિત તમામ વિરોધીઓની વિરુદ્ધ સંપુર્ણ તૈયારી સાથે લડશે. ઉલ્લેખનીય છે કે, સપા અને બસપાએ હાલમાં જ સંપન્ન લોકસભા ચૂંટણીમાં આંતરિક ગઠબંધન કરીને લડ્યો હતો. જો કે આ ગઠબંધનને અપેક્ષીત સફળતા મળી શકી નહોતી. બસપાને 10 અને સપાને 5 સીટો મળી હતી. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં બસપા એક પણ સીટ જીતી શકી નહોતી. હાલ માયાવતીએ ગત્ત દિવસોમાં બસપાની એક બેઠકમાં સપા સાથે ગઠભંધનને નુકસાનકારક જણાવતા તેને ખતમ કરી દીધી હતી અને ભવિષ્યમાં તમામ ચૂંટણી પોતાના દમ પર લડવાની જાહેરાત કરી હતી. 

રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો, 1 જુલાઇથી થશે લાગુ

VIDEO: પુલનું નિર્માણ ચાલી રહ્યું હતું અને અચાનક નદીમાં પુર આવ્યુ અને..
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પ્રદેશનાં 11 ધારાસભ્યો સાંસદ બની ગયા છે. જેમાં આઠ ધારાસભ્યો ભાજપ અને એક એક ધારાસભ્ય સપા અને બસપાના છે. આ સીટોમાં રામપુર, ટુંડલા, ઇગલાસ, ગંગોહ, જલાલપુર, જૈદપુર, બલહા, લખનઉ કૈંટ, ગોવિંદ નગર, પ્રતાપગઢ અને માણીકપુરનો સમાવેશ થાય છે. આ સીટો પર પેટા ચૂંટણી થવાની છે. જો કે તેની તારીખ હજી સુધી જાહેર થઇ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More