નવી દિલ્હીઃ દેશમાં કોરોના સામે જંગ જીતવા માટે સરકારે વેક્સિનેશન અભિયાનને ગતિ આપવાનો નિર્ણય લીધો છે. હવે 1 મેથી 18 વર્ષથી મોટી ઉંમરના બધા લોકો વેક્સિન લગાવી શકશે. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમવારે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 1 મેથી દેશભરમાં કોરોના રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે, જેમાં યુવાનોને કવર કરવામાં આવશે. અત્યાર સુધી 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી હતી. મહત્વનું છે કે પંજાબ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓએ યુવાનોને પણ રસી આપવાની માંગ કરી હતી.
પીએમ નરેન્દ્ર મોદીએ દેશના ટોચના ડોક્ટરો સાથે વિચાર મંથન કર્યા બાદ આ નિર્ણય લીધો છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, સરકાર છેલ્લા એક વર્ષથી પ્રયાસ કરી રહી છે કે વધુમાં વધુ ભારતીયોને ઓછા સમયમાં વેક્સિન આપી શકાય. આ બેઠકમાં ઘરેલૂ કંપનીઓને વેક્સિનનું વધુ ઉત્પાદન કરવા માટે પ્રેરિત કરવાની વાત કહી છે. આ સિવાય અન્ય ભારતીય અને વિદેશી વેક્સિનને મંજૂરી આપવાની વાત પણ સામેલ છે.
Govt of India, from its share, will allocate vaccines to States/UTs based on criteria of extent of infection (number of active COVID cases) & performance (speed of administration). Wastage of vaccine will also be considered in this criteria & will affect criteria negatively: Govt pic.twitter.com/jVmzG5nKuf
— ANI (@ANI) April 19, 2021
ફ્રી કે આપવા પડશે પૈસા?
18 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોના વાયરસ વેક્સિનને લઈને સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે તેને લઈને જલદી પ્રોટોકોલ વિશે જાણકારી આપવામાં આવશે. આ લોકોએ વેક્સિન માટે પૈસા આપવા પડશે કે નહીં તે વિશે સરકાર જલદી જાણકારી આપશે. વેક્સિનેશન સેન્ટર પર લોકોએ પોતાનું આધાર કાર્ડ લઈને જવું પડશે, ત્યારબાદ તેને ડોઝ આપવામાં આવશે.
રાજ્ય સરકાર પોતાની જરૂર પ્રમાણે કરી શકશે વેક્સિનની ખરીદી
આ બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે વેક્સિન બનાવનારી કંપની પોતાના કુલ ઉત્પાદનનો 50 ટકા ભાગ રાજ્ય સરકારોને આપશે, જ્યારે અડધો જથ્થો ખુલ્લા બજારમાં પહેલાથી નક્કી કિંમતો પર વેચી શકશે. એટલું જ નહીં રાજ્ય સરકારો પોતાની જરૂરીયાત પ્રમાણે સીધી કંપનીઓ પાસેથી વેક્સિન ખરીદી શકશે.
45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પહેલાની જેમ ચાલતું રહેશે અભિયાન
આ સિવાય રાજ્ય સરકારોને એક વાત સ્પષ્ટ કરી છે કે પહેલાથી નક્કી પ્રાથમિકતા સમૂહના લોકોનું વેક્સિનેશન જારી રહેશે. હાલમાં દેશમાં 45થી વધુ ઉંમરના લોકોને સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વેક્સિન લાગી રહી છે.
Oxygen Level: શું કપૂર, લવિંગ અને અજમાનો નુસ્ખો ઓક્સિજનલ લેવલ વધારી શકે છે? અહીં જાણો સત્ય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે