Home> India
Advertisement
Prev
Next

Omicron ની દહેશતને પગલે સુપ્રીમ કોર્ટમાં અરજી, 5 રાજ્યમાં ચૂંટણી રેલીઓ પર રોક લગાવો

Omicron ના વધતા જોખમને જોતા 5 રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણી અંગે થઈ રહેલી રાજકીય રેલીઓ પર રોક લગાવવાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. 

Omicron ની દહેશતને પગલે સુપ્રીમ કોર્ટમાં અરજી, 5 રાજ્યમાં ચૂંટણી રેલીઓ પર રોક લગાવો

નવી દિલ્હી: Omicron ના વધતા જોખમને જોતા 5 રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણી અંગે થઈ રહેલી રાજકીય રેલીઓ પર રોક લગાવવાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને રાજ્યોમાં થઈ રહેલી રાજકીય રેલીઓ પર રોક લગાવવાની માગણી કરાઈ છે. 

fallbacks

સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈને ચૂંટણી પંચને એ નિર્દેશ આપવાની માગણી કરાઈ છે કે તમામ રાજકીય પક્ષોને ડિજિટલ રેલીઓ અંગે આદેશ જાહેર કરવામાં આવે. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને એમ પણ કહેવાયું છે કે ચૂંટણી પંચનો રાજકીય રેલીઓ અંગે જે આદેશ આવ્યો છે તેનું પાલન થઈ રહ્યું નથી. વકીલ વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં આ અરજી દાખલ કરી છે. 

Omicron: ચિંતાજનક સ્થિતિ, ભારતમાં મૂળ વાયરસની સરખામણીએ 318% ની પૂરપાટ ઝડપે ફેલાઈ રહ્યો છે ઓમિક્રોન

નોંધનીય છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું જોખમ તોળાઈ રહ્યું છે. નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને દેશભરમાં એલર્ટ છે. દિલ્હી સહિત અનેક રાજ્યોમાં પ્રતિબંધો પણ લગાવવામાં આવ્યા છે. આ બધા વચ્ચે યુપી સહિત પાંચ રાજ્યોમાં જલદી વિધાનસભા ચૂંટણી થવાની છે. આવામાં અલાહાબાદ હાઈકોર્ટે પણ પીએમ મોદી અને ચૂંટણી પંચને યુપી ચૂંટણી ટાળવાની અને રેલીઓ પર રોક લગાવવાની અપીલ કરી છે. અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર કુમાર યાદવે કહ્યું, 'યુપીમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં કોરોનાની ત્રીજી લહેરથી જનતાને બચાવવા માટે ચૂંટણી પંચે રાજકીય પાર્ટીઓની ચૂંટણી રેલીઓ પર રોક લગાવે. તેમને કહેવામાં આવે કે ચૂંટણી પ્રચાર ટીવી અને સમાચાર પત્રોના માધ્યમથી કરે. આ પાર્ટીઓની ચૂંટણી સભાઓ તેમજ રેલીઓને રોકવા માટે કડક પગલાં ઉઠાવો. વડાપ્રધાન ચૂંટણી ટાળવા અંગે પણ વિચાર કરે, કેમકે જાન હૈ તો જહાન હૈ.'

Video: જન્મદિવસની ઉજવણીમાં યુવતી ભાન ભૂલી, બંદૂક કાઢી હવામાં ફાયરિંગ કરી ડાન્સ કર્યો, હવે આવી બન્યું

જસ્ટિસ શેખર કુમાર યાદવે કહ્યું કે આ ન્યાયાલયમાં લગભગ 400 કેસ પેન્ડિંગ છે. આ પ્રકારે દરરોજ કેસ સૂચીબદ્ધ થાય છે. આ કારણે મોટી સંખ્યામાં અધિવક્તાઓ આવે છે. તેમની વચ્ચે કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સિંગ જોવા નથી મળતું. તેઓ એકબીજાની એકદમ નજીક જ ઊભા હોય છે, જ્યારે કે કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યાં છે. સાથે જ ત્રીજી લહેર આવવાની પણ શક્યતા છે. સાથે જ હાઈકોર્ટે કહ્યું કે, ગ્રામ પંચાયતની ચૂંટણી અને બંગાળ વિધાનસભા ચૂંટણીને કારણે અનેક લોકો સંક્રમિત થયા હતા. પરિણામે લોકોના મોત નિપજ્યા.હવે ફરીથી UP વિધાનસભા ચૂંટણી આવી રહી છે.આ માટે તમામ પાર્ટીઓ રેલી, સભાઓ કરીને લાખોની ભીડ ભેગી કરી રહી છે.રેલીઓમાં કોઈ પણ રીતે કોરોના પ્રોટોકોલનું પાલન કરવું શક્ય નથી.જો આવું જ રહ્યું તો સ્થિતિ વધુ વણસી શકે છે. જેથી ચૂંટણી ટાળવા પર વિચાર કરવો જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More