Home> India
Advertisement
Prev
Next

નવા વર્ષના પહેલા દિવસે પણ સસ્તુ થયું પેટ્રોલ-ડીઝલ, જાણો તમારા શહેરનો આજનો ભાવ

નવા વર્ષના પહેલા દિવસે પણ લોકોને પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળતા રાહત મળી છે.

નવા વર્ષના પહેલા દિવસે પણ સસ્તુ થયું પેટ્રોલ-ડીઝલ, જાણો તમારા શહેરનો આજનો ભાવ

નવી દિલ્હી: નવા વર્ષના પહેલા દિવસે પણ લોકોને પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળતા રાહત મળી છે. મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં 17 પૈસા સુધીનો ઘટાડો થયો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ 19 પૈસા ઘટીને 68.65 રૂપિયા તથા ડીઝલનો ભાવ 2 પૈસા ઘટીને 62.66 રૂપિયા પ્રતિ લીટર થયો છે. નવા ભાવ આજ સવાર 6 વાગ્યાથી લાગુ થયા છે. 

fallbacks

કોલકાતામાં પેટ્રોલના ભાવ 18 પૈસા ઘટીને 70.78 રૂપિયા અને ડીઝલનો ભાવ 19 પૈસા ઘટીને 64.42 રૂપિયા પ્રતિ લીટર થયો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 17 પૈસા ઘટીને 74.30 રૂપિયા અને ડીઝલની કિંમત 2 પૈસા ઘટીને 65.56 રૂપિયા પ્રતિ લીટર થયો છે. ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 19 પૈસા ઘટીને 71.22 રૂપિયા અને ડીઝલનો ભાવ 21 પૈસા ઘટીને 66.14 રૂપિયા પ્રતિ લીટર થયો છે. 

આવનારા દિવસમાં હજુ ઓછા થશે ભાવ
ભારતમાં પેટ્રોલ ને ડીઝલના ભાવ સંપૂર્ણ રીતે આંતરરાષ્ટ્રીય બજાર પર નિર્ભર કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ ડિમાન્ડ અને સપ્લાય પર નક્કી થાય છે. જાણકારોના જણાવ્યાં મુજબ ક્રુડ ઓઈલની ઓછી ડિમાન્ડ અને વધુ ઉત્પાદનના કારણે હાલ ક્રુડ ઓઈલના ભાવ ઓછા છે. ભવિષ્યમાં ક્રુડ ઓઈલના ભાવોમાં ઘટાડો જોવા મળી શકે છે. આશા છે કે તેનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં બેથી 3 રૂપિયાનો વધુ ઘટાડો થઈ શકે છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More