Home> India
Advertisement
Prev
Next

Petrol Rate: ભારતમાં હવે પેટ્રોલ-ડીઝલના ભાવમાં 8 થી 10 રૂપિયાનો વધારો ઝીંકાઈ શકે છે, જાણો કેમ?

Petrol Diesel Price: છેલ્લા કેટલાય સમયથી ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઝાઝો ફેર જોવા મળ્યો નથી. પરંતુ હવે જે સ્થિતિઓ જોવા મળી રહી છે તે જોતા ભારતમાં ભાવ વધી શકે છે. જાણો કેમ?

Petrol Rate: ભારતમાં હવે પેટ્રોલ-ડીઝલના ભાવમાં 8 થી 10 રૂપિયાનો વધારો ઝીંકાઈ શકે છે, જાણો કેમ?

જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી છે ત્યારથી વૈશ્વિક અર્થવ્યવસ્થા ડગમગી ગઈ છે. ક્યારેક તેઓ મનફાવે તેવું ટેરિફ હંટર ચલાવે છે તો ક્યારેક ઓર્ડર પર ઓર્ડર છોડે છે. પોતાને દુનિયાના બોસ સમજતા ડોનાલ્ડ ટ્રમ્પ રાજનેતાથી વધુ તો બિઝનેસમેન બનેલા છે. જે ટેરિફનો ડંડો ઝીકીને અન્ય દેશોને નમાવી અમેરિકાનો ખજાનો ભરવા માંગે છે. ક્રેડિટ લૂટવામાં ઉસ્તાદ એવા ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયામાં ચાલી રહેલા યુદ્ધોને ખતમ કરાવવાના દાવા સુદ્ધા કરી ચૂક્યા છે. તેમણે રશિયાને યુક્રેન સાથે 50 દિવસની અંદર યુદ્ધનો અંત લાવવાની ધમકી પણ આપેલી છે. ટ્રમ્પે પોતાની ધમકીમાં સ્પષ્ટ કહ્યું છે કે જો 50 દિવસની અંદર રશિયા યુદ્ધ ખતમ ન કરે તો તેણે ભારે ટેરિફનો સામનો કરવો પડશે. એમ પણ કહ્યું કે રશિયા સાથે વેપાર કરનારા દેશો પર 100 ટકા ટેરિફ લાગશે. સ્પષટ છે કે ટ્રમ્પની આ ધમકી પરોક્ષ રીતે ભારત, બ્રાઝીલ અને ચીન જેવા દેશો માટે છે જે  રશિયા પાસેથી ભારે પ્રમાણમાં ઓઈલની ખરીદી કરે છે. 

fallbacks

ટ્રમ્પની ધમકીથી મોંઘુ થશે ઓઈલ?
પાવર ગેમમાં રશિયા નતમસ્તક થવા માટે  તૈયાર નથી. જો યુદ્ધની સ્થિતિ રહી અને ટ્રમ્પે રશિયા પર સેકન્ડરી ટેરિફ ઝીક્યો તો ઓઈલના ભાવોમાં ફરક પડી શકે છે. ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદે છે. પોતાની જરૂરિયાતના 35-40% ક્રૂડ ઓઈલ રશિયા પાસેથી ખરીદે છે. જો ટ્રમ્પની ધમકીથી રશિયા પાસેથી ઓઈલની આયાત અટકી જાય તો ભારતે તેની વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે. રશિયા પાસેથી સસ્તા ઓઈલની આયાત રોકાય તો તેલ પૂરવઠો ખોરવાઈ શકે છે. જો આપૂર્તિમાં વિધ્ન પડે તો ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ વધશે અને તેની અસર પેટ્રોલ ડીઝલના ભાવ પર પડશે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીનું માનીએ તો રશિયા દુનિયાના કુલ વપરાશના 10 ટકા ધરાવે છે. જો આ હિસ્સો બિલકુલ હટાવી દઈએ તો બાકીના 90 ટકા પાસેથી જ દુનિયાએ ઓઈલની ખરીદી કરવી પડશે. સ્પષ્ટ છે કે તેનાથી ભાવ વધશે અને ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં 8 થી 10 રૂપિયા પ્રતિ લિટરનો ભાવ વધારો તોળાઈ રહ્યો છે. 

રશિયન ઓઈલ પર કેટલું નિર્ભર ભારત
ભારત અને ચીન રશિયા પાસેથી મોટા પાયે ક્રૂડ ઓઈલની ખરીદી  કરે છે. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યાં મુજબ ભારત ઓઈલ માટે આયાત પર નિર્ભર છે. તે પોતાની જરૂરિયાતના લગભગ 88 ટકા ઓઈલ આયાત કરે છે. સૌથી મોટી વાત એ છે કે રશિયાના કુલ ઓઈલ નિકાસના 38 ટકા ઓઈલ ફક્ત ભારત આવે છે. થિંક ટેંક ચેટમ હાઉસના રિપોર્ટ મુજબ યુક્રેન યુદ્ધ પહેલા વર્ષ 2022માં ભારતની રશિયન ઓઈલની આયાત 2 ટકાથી પણ ઓછી હતી. યુદ્ધ બાદ રશિયા પર પ્રતિબંધો લાગ્યા અને ભારતે ફાયદો ઉઠાવ્યો તથા રશિયા પાસથી ખુબ સસ્તા ઓઈલની ખરીદી કરી. 

રશિયા પાસેથી ઓઈલની આયાત ઘટશે તો?
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ હાલમાં જ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે રશિયા 9 મિલિયન બેરલ પ્રતિદીનથી વધુની સાથે સૌથી મોટો ક્રૂડ ઓઈલ ઉત્પાદકોમાંથી એક છે. રશિયન તેલનું યોગદાન લગભગ 97 મિલિયન બેરલના વૈશ્વિક ઓઈલ આપૂર્તિના લગભગ 10 ટક છે. તેમણે કહ્યું કે અમેરિકી પ્રતિબંધોના પગલે જો આ ઓઈલ બજારમાંથી ગાયબ થઈ જાય તો સ્પષ્ટ છે કે ઓઈલ આપૂર્તિમાં ભારે કમી આવશે. સપ્લાય ઓછો થવાથી ક્રૂડ ઓઈલના ભાવોમાં પણ તેજી  આવશે. ક્રૂડ ઓઈલના ભાવ 130-140 ડોલર પ્રતિ બેરલથી પણ ઉપર જઈ શકે છે. 

શું છે ભારતનો વૈકલ્પિક પ્લાન
રશિયાના ઓઈલ પર પ્રતિબંધ લાગે અને આ ઓઈલ  બજારમાં ન મળે તો સ્પષ્ટ છે કે ભાવ વધશે. રશિયા અને અમેરિકાની લડાઈમાં ભારતે વચ્ચે આવવાથી બચવું પડશે. સસ્તા ઓઈલના ચક્કરમાં ભારત અમેરિકા સાથે પંગો લેવાની જગ્યાએ બીજા દેશોના વિકલ્પ શોધશે. હરદીપ પુરીનું માનીએ તો ભારતે આ માટે બેકઅપ પ્લાન તૈયાર રાખ્યો છે. તેમણે કહ્યું કે ભારત જ્યાં પહેલા 27 દેશો પાસેથી ઓઈલની ખરીદી કરતું હતું હવે તે 40 દેશો પાસેથી ઓઈલની આયાત કરે છે. જો કે રશિયા આપણો સૌથી મોટો સપ્લાયર રહ્યો છે. પ્રતિબંધ વધતા આપૂર્તિમાં થોડું વિધ્ન પડશે. એક બાજુ અમેરિકા જોડે ટ્રેડ ડીલ ફસાયેલી છે  અને બીજી બાજુ ઓઈલ પર અમેરિકાએ નવો દાવ ખેલ્યો છે. હરદીપ સિંહ પુરીએ કહ્યું કે ભારતને જ્યાંથી પણ ઓછા ભાવે ઓઈલ મળશે તે ત્યાંથી જ ખરીદશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More