Home> India
Advertisement
Prev
Next

છેલ્લા મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફરના પુત્રોના ફોટા વાયરલ થયા, તેમનો અંત ખૂબ જ પીડાદાયક હતો

Mughal History:  1857 ના વિદ્રોહ બાદ જફર પરિવારનું જીવન ખુબ મુશ્કેલીમાં પસાર થયું. બાદશાહ બહાદુર શાહ જફરને અંગ્રેજોએ રંગૂન નિર્વાસિત કરી દીધા. તેની સાથે મિર્ઝા જવાન બખ્તા અને મિર્ઝા શાહ અબ્બાસ રંગૂન ગયા. કહેવામાં આવે છે કે ત્રણેય અન્ય શહજાદોને ગોળી મારી દેવામાં આવી. 

છેલ્લા મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફરના પુત્રોના ફોટા વાયરલ થયા, તેમનો અંત ખૂબ જ પીડાદાયક હતો

નવી દિલ્હીઃ Bahadur Shah Zafar History: છેલ્લા મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફરના પુત્રો મિર્ઝા જવાન બખ્ત અને મિર્ઝા શાહ અબ્બાસની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમના પિતાની જેમ, બંને પુત્રોએ પણ મુઘલ સામ્રાજ્યનું પતન જોયું હતું. 

fallbacks

1857ની ક્રાંતિમાં જ્યારે અંગ્રેજો જીતની નજીક આવ્યા ત્યારે બાદશાહ ઝફરે હુમાયુની કબરમાં આશરો લીધો. જો કે, અંગ્રેજોને આની જાણ થઈ અને અંગ્રેજોએ કબરને ચારે બાજુથી ઘેરી લીધી. 20 સપ્ટેમ્બર 1857ના રોજ, ઝફરે મેજર વિલિયમ હડસન સમક્ષ આત્મસમર્પણ કર્યું. આ સાથે, મુઘલ યુગનો સત્તાવાર રીતે અંત આવ્યો. મુઘલોએ ભારત પર 332 વર્ષ શાસન કર્યું.

એવું કહેવાય છે કે મુગલ બાદશાહના પરિવારના લગભગ 16 સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. કેટલાક ઈતિહાસકારોના મતે જવાન બખ્તી અને શાહ અબ્બાસ પણ આમાં સામેલ હતા.

આ પણ વાંચોઃ કૂદકે ને ભૂસકે વધી રહેલા કોવિડ કેસ પાછળ આ વેરિએન્ટ જવાબદાર, રસી લઈ ચૂકેલાને પણ જોખમ

ઝફર પરિવાર પર મુસીબતોના પહાડ તૂટી પડ્યા
1857ના વિદ્રોહ બાદ ઝફર પરિવારનું જીવન ખૂબ જ મુશ્કેલીમાં વીત્યું. બાદશાહ બહાદુર શાહ ઝફરને અંગ્રેજોએ દેશમાંથી બહાર કાઢ્યા હતા. મિર્ઝા જવાન બખ્તા અને મિર્ઝા શાહ અબ્બાસ તેમની સાથે રંગૂન ગયા હતા. એવું કહેવાય છે કે અન્ય ત્રણ રાજકુમારોને ગોળી મારી દેવામાં આવી હતી અને મૃતદેહોને ત્રણ દિવસ સુધી ચાંદની ચોકમાં પોલીસ સ્ટેશનની બહાર લટકાવવામાં આવ્યા હતા.

બાદશાહ ઝફર અને તેના પુત્રોનું રંગૂનમાં અવસાન થયું.રંગૂનમાં ઝફરની તબિયત દિવસેને દિવસે બગડતી ગઈ. 6 નવેમ્બર 1862ના રોજ લકવાનો ત્રીજો હુમલો આવ્યો અને 7 નવેમ્બરના રોજ સવારે 5 વાગ્યે છેલ્લા મુઘલ બાદશાહનું અવસાન થયું.

ઝફરના પુત્ર મિર્ઝા જવાન બખ્ત અને તેની બેગમ ઝીનત મહેલને રંગૂનમાં દારૂની લત લાગી હતી. 18 સપ્ટેમ્બર 1884ના રોજ 43 વર્ષની વયે લિવર સિરોસિસથી તેમનું અવસાન થયું. તેની માતા ઝીનત મહેલનું બે વર્ષ પછી અવસાન થયું.

આ પણ વાંચોઃ સરકારને જો આ મંદિરોનો ખજાનો મળે તો અમેરિકા-ચીન સહિત આખી દુનિયા ઘૂંટણિયે પડે

શાહજાદા મિર્ઝા શાહ અબ્બાસ બહાદુર ઝફર અને તેમની બીજી પત્ની મુબારક-ઉન-નિસા ખાનુમ બેગમના સંતાન હતા. 1910 માં તેમનું અવસાન થયું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More