Home> India
Advertisement
Prev
Next

પુલવામામાં એન્કાઉન્ટર બાદ સ્થાનિકોએ સેના પર કર્યો પત્થરમારો

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ (CRPF) કાફલા પર હુમલો કરનાર આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના આતંકીઓ સાથે થયેલ અથડામણમાં સેના અને સુરક્ષાદળોએ એ બિલ્ડીંગને જ ઉડાવી દીધી છે, જેમાં આ આતંકી છુપાયેલા હતા. આ અથડામણમાં બે આતંકી માર્યા ગયા છે, જ્યારે કે બે આતંકીઓની શોધ ચાલુ છે. માર્યા ગયેલા આતંકીઓ પાકિસ્તાન આતંકી અને જૈશ-એ-મોહંમદનો કમાન્ડર કામરાન હિલાલ માર્યો ગયો છે. તો આ એન્કાઉન્ટરમાં પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ અબ્દુલ ગાઝી પણ માર્યો ગયો છે. આ ઓપરેશનને સેનાની 55 રાષ્ટ્રીય રાઈફલ્સ, જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની 182/183 બટાલિયનની જોઈન્ટ ટીમે અંજામ આપ્યું હતું. 

પુલવામામાં એન્કાઉન્ટર બાદ સ્થાનિકોએ સેના પર કર્યો પત્થરમારો

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ (CRPF) કાફલા પર હુમલો કરનાર આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના આતંકીઓ સાથે થયેલ અથડામણમાં સેના અને સુરક્ષાદળોએ એ બિલ્ડીંગને જ ઉડાવી દીધી છે, જેમાં આ આતંકી છુપાયેલા હતા. આ અથડામણમાં બે આતંકી માર્યા ગયા છે, જ્યારે કે બે આતંકીઓની શોધ ચાલુ છે. માર્યા ગયેલા આતંકીઓ પાકિસ્તાન આતંકી અને જૈશ-એ-મોહંમદનો કમાન્ડર કામરાન હિલાલ માર્યો ગયો છે. તો આ એન્કાઉન્ટરમાં પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ અબ્દુલ ગાઝી પણ માર્યો ગયો છે. આ ઓપરેશનને સેનાની 55 રાષ્ટ્રીય રાઈફલ્સ, જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની 182/183 બટાલિયનની જોઈન્ટ ટીમે અંજામ આપ્યું હતું. 

fallbacks

ગત કેટલાક કલાકોથી પુલવામાના પિંગલીના વિસ્તારમાં આતંકીઓની સાથે સુરક્ષાદળોનું ઘર્ષણ ચાલી રહ્યું હતું. આ અથડામણમાં એક મેજર સહિત ચાર જવાનો શહીદ થયા છે. અથડામણ બાદ આ વિસ્તારના લોકોએ સુરક્ષાદળો પર પત્થરબાજી શરૂ કરી હતી. સમાચાર એજન્સી એએનઆઈના એક વીડિયોમાં પુલવામા પોલીસ પત્થરબાજી કરી રહેલ યુવાઓને અપીલ કરતી દેખાઈ રહી છે કે, તમે લોકો પરત ચાલ્યા જાઓ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More