Home> India
Advertisement
Prev
Next

Pitru Paksha 2022: ઘરમાં આ સંકેતો વારંવાર મળે તો સમજો પૂર્વજો તમારાથી નારાજ છે

Pitru Paksha 2022: જો તમારા પૂર્વજો તમારાથી નારાજ છે તો તેના સંકેત તમને ઘરમાં જ મળી જાય છે, જાણો આ સંકેત વિશે...

Pitru Paksha 2022: ઘરમાં આ સંકેતો વારંવાર મળે તો સમજો પૂર્વજો તમારાથી નારાજ છે

Pitru Paksha 2022: શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ ગયા છે. આવામાં લોકો પોતાના પિતૃઓને રીઝવવાના પ્રયાસો કરવામા લાગ્યા છે. જેનાથી પિતૃ ખુશ થાય અને પરિવારમાં ખુશી આવે. પરંતુ હંમેશ ઘરમાં એવી ઘટનાઓ બનતી રહે છે, જેના પર આપણે વિચારવા મજબૂર થઈ જઈએ છીએ. તમને જણાવી દઈએ કે, કેટલીક ઘટનાઓ આ વાતનો સંકેત આપે છે કે, તમારા પૂર્વજો તમારાથી નારાજ છે. આવામાં આ સંકેતો કયા છે તે જાણી લેવુ બહુ જ જરૂરી છે. જો તમે સમજી લેશો અને તેમને ખુશ કરવાના પ્રયાસ કરશો તો દુખ દૂર થઈ જશે. 

fallbacks

આજે અમે તમને આ સંકેતો વિશે જણાવીશું. કે કેવી રીતે તમે તમારા પૂર્વજોના પ્રકોપને ઓળખી શકશો. 

આ પણ વાંચો : અમદાવાદની તનિષ્કા કાબરા બની JEE ટોપર, પિતા દીકરીની ખુશીથી ઝૂમી ઉઠ્યા   

જો ઘરમાં આ સંકેત દેખાય તો ચેતી જજો

  • જો તમારા ઘરમાં કોઈ કારણ વગર લડાઈ-ઝઘડા ખતા રહે, તો સમજી લો કે તમારા પૂર્વજો તમારાથી નારાજ છે. 
  • જો કોઈ ઘટના વારંવાર થતી રહે તો પિતૃ દોષ મુક્તિના ઉપાય તરત કરાવી લો
  • જો તમારા ઘરમાં અચાનક પીપળનો છોડ ઉગી નીકળે તો સમજો કે તમારા પિતૃ તમારાથી નારાજ છે, કે તમારા ઘરમાં પિતૃદોષ છે
  • જો તમારા સપનામાં પૂર્વજો નજર આવે, તેઓ રડતા દેખાય કે દુખી દેખાય તો સમજો કે તેઓ તમારાથી નારાજ છે. આવામાં તેમના નામનું દાન કરો અને પિતૃદોષના ઉપાય કરો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More