નવી દિલ્હી: મોદી સરકારમાં રેલવે મંત્રી પિયુષ ગોયલે દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ 'મેક ઈન ઈન્ડિયા' સતત સફળતાના નવા શિખર સર કરી રહ્યો છે. પિયુષ ગોયલે મંગળવારે એક વીડિયો ટ્વીટ કરીને લખ્યું કે મેક ઈન ઈન્ડિયાની વધુ એક સફળતા. ગોયલે ટ્વીટમાં લખ્યું છે કે હવે ઓસ્ટ્રેલિયાના સીડનીમાં ભારતમાં બનેલી અત્યાધુનિક મેટ્રો દોડશે. મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલા મેક ઈન ઈન્ડિયા અભિયાનથી દેશ ટેક્નોલોજીની દુનિયામાં ઊભરતો સિતારો બની રહ્યો છે.
मेक इन इंडिया की एक और सफलता: अब ऑस्ट्रेलिया के सिडनी में दौड़ेगी भारत मे बनी अत्याधुनिक मेट्रो।
मैन्युफैक्चरिंग को बढ़ावा देने के लिए शुरू किये गए 'मेक इन इंडिया' अभियान से देश तकनीक की दुनिया मे उभरता हुआ सितारा बन रहा है। pic.twitter.com/6PJJXHypxW
— Piyush Goyal (@PiyushGoyal) June 11, 2019
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ દ્વારા ટ્વીટ કરાયેલા વીડિયોમાં કહેવાયું છે કે ટેક્નોલોજીની દુનિયામાં ભારત ઊભરતો દેશ બની રહ્યો છે. દેશી અને વિદેશી કંપનીઓ દ્વારા નિર્માણને પ્રોત્સાહન આપવા માટે 'મેક ઈન ઈન્ડિયા' અભિયાનની શરૂઆત કરવામાં આવી. વીડિયોમાં જણાવાયું છે કે ભારતમાં બનેલા રેલવે કોચ ઓસ્ટ્રેલિયાની સીડની મેટ્રો લાઈન પર ચાલશે. સીડનીમાં પહેલીવાર ડ્રાઈવર લેસ મેટ્રો લાઈન ખુલી છે. જેમાં 6 કોચવાળી 22 એલ્સટોમ ટ્રેનો દ્વારા સેવા અપાશે. આ મેટ્રો નોર્થ વેસ્ટ રેલ લિંકમાં તલ્લાવાંગ સ્ટેશનથી ચેટ્સવુડ સ્ટેશન વચ્ચે કુલ 13 સ્ટેશનો કવર કરશે.
જુઓ LIVE TV
વીડિયો મુજબ સીડની મેટ્રો માટે આ 22 ટ્રેનો ભારતીય કંપની એલ્સટોમ એસએ દ્વારા ઉપલબ્ધ કરાવાઈ છે. આ ટ્રેનોને આંધ્ર પ્રદેશના શ્રી સિટીમાં એસેમ્બલ કરવામાં આવ્યાં છે. આ ટ્રેનો સંપૂર્ણ રીતે સ્વચાલિત છે અને તેમાં એલઈડી લાઈટ, ઈમરજન્સી ઈન્ટરકોમ, સીસીટીવી કેમેરા જેવી સુવિધાઓ છે. કંપનીએ 15 વર્ષ માટે ડિપો ચલાવવા માટે અને સિગ્નલિંગ સિસ્ટમની દેખરેખ માટે સીડની મેટ્રો સાથે કરાર કર્યો છે. ભારતમાં નિર્મિત આ મેટ્રો દુનિયાભરમાં 'મેક ઈન ઈન્ડિયા'ની સફળતા દર્શાવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે