PM Kisan Samman Nidhi beneficiary ભાગલપુરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાગલપુરમાં એક વિશેષ કાર્યક્રમ દરમિયાન પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો જારી કર્યો છે. આ તકે પીએમ મોદીએ ડીબીટી (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા આશરે 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં 22 હજાર કરોડ રૂપિયા મોકલ્યા છે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યુ- બિહારની પાવન ધરતીથી અન્નદાતા ભાઈઓ-બહેનોના ખાતામાં પીએમ-કિસાનનો 19મો હપ્તો ટ્રાન્સફર કરવાની સાથે વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરી અત્યંત ગૌરવનો અનુભવ કરી રહ્યો છું.
પીએમ મોદીએ ભાગલપુરમાં એક રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે આપણા લાડલા મુખ્યમંત્રી નીતિશ કુમારનું સ્વાગત છે. તેમણે લાલૂ યાદવ પર નિશાન સાધતા કહ્યુ કે જે લોકો પશુઓનો ચારો ખાઈ જતા હતા, તે સ્થિતિને ક્યારેય ન બદલી શકે.
પીએમ મોદીએ કહ્યુ કે પહેલા યુરિયા માટે કિસાન માર ખાતા હતા યુરિયાની કાળાબજારી થતી હતી. આજે જુઓ કિસાનોને સરળતાથી ખાતર મળે છે. કોરોનાના સમયમાં પણ ખેડૂતોને ખાતરની કમી થવા દીધી નહોતી.
આ પણ વાંચોઃ કોઈ રાજકારણમાં તો કોઈ ઝૂપડપટ્ટીમાં... હાલ શું કરે છે શિવાજી મહારાજ-ઔરંગઝબના વંશજ
પ્રધાનમંત્રીએ કહ્યું કે સાથીઓ મેં લાલ કિલ્લાથી કહ્યું છે કે વિકસિત ભારતના ચાર મજબૂત સ્તંભ છે. આ સ્તંભ ગરીબ, આપણા ખેડૂતો, આપણા યુવાનો અને દેશની નારી શક્તિ છે. પીએમ મોદીએ કહ્યુ કે એનડીએ સરકાર ભલે તે કેન્દ્રમાં હોય કે નીતિશ જીના નેતૃત્વમાં ચાલી રહી હોય, કિસાન કલ્યાણ અમારી પ્રાથમિકતામાં છે.
કોંગ્રેસને જંગલ રાજ સાથે જોડી
પીએમ મોદીએ કહ્યુ કે જ્યારે આ કોંગ્રેસ જંગલરાજવાળી સરકારમાં હતી, ત્યારે આ લોકોએ ખેતી માટે કુલ બજેટ જેટલું રાખ્યું, તેનાથી વધુ તો અમે ખેડૂતોના ખાતામાં સીધા મોકલી ચૂક્યા છીએ. જો બિહારમાં એનડીએની સરકાર ન હોત તો શું આ કલ્પના કરી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે