Home> India
Advertisement
Prev
Next

મન કી બાત: લોકલ રમકડાં માટે વોકલ થવાનો સમય આવી ગયો છે- PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રેડિયો પર 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા દેશને સંબોધન કર્યું. માસિક રેડિયો કાર્યક્રમની આ 68મી શ્રેણી હતી. જેનું આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક પર પ્રસારણ થાય છે. 

મન કી બાત: લોકલ રમકડાં માટે વોકલ થવાનો સમય આવી ગયો છે- PM મોદી

નવી દિલ્હી: 'મન કી બાત'ની 68મી શ્રેણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોષણની જરૂરિયાત પર વિસ્તારથી વાત કરી. તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં સપ્ટેમ્બર મહિનાને 'ન્યૂટ્રિશિયન મંથ' (પોષણ મહિનો) તરીકે ઉજવવવામાં આવશે. તેમણે દેશી એપ્સ અંગે જણાવતા દેશવાસીઓને અપીલ કરતા કહ્યું કે આગળ આવો, કઈક ઈનોવેટ કરો. કઈક કમ્પલીટ કરો. . તમારા પ્રયત્નો, આજના નાના નાના સ્ટાર્ટ અપ્સ, કાલની મોટી મોટી કંપનીઓમાં ફેરવાશે અને દુનિયામાં  ભારતની ઓળખ બનશે. તેમણે લોકલ રમકડાં માટે વોકલ થવાની પણ અપીલ કરી. 

fallbacks

'બાળકો માટેના લોકલ રમકડાં માટે વોકલ બનો'
પ્રધાનમંત્રી મોદીએ ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટી પાસેથી મળેલા અનુભવોને શેર કર્યાં. તેમણે જણાવ્યું કે અમે એ વાત પર મંથન કર્યું કે ભારતના બાળકોને નવા નવા રમકડાં કેવી રીતે મળે. ભારત ટોય પ્રોડક્શનનો ખુબ મોટું હબ કેવી રીતે બને. પીએમ મોદીએ કહ્યું કે તમે વિચારો કે જે રાષ્ટ્રની પાસે આટલો મોટો વારસો હોય, પરંપરા હોય, વિવિધતા હોય, યુવા વસ્તી હોય ત્યારે રમકડાંના  બજારમાં તેમની ભાગીદારી આટલી ઓછી હોવી, શું આપણને સારું લાગશે? જી નહીં. આ સાંભળ્યા બાદ તમને પણ સારું નહીં લાગે. તેમણે કહ્યું કે હવે બધા માટે લોકલ રમકડાં માટે વોકલ થવાનો સમય આવ્યો છે. આવો આપણે આપણા યુવાઓ માટે કઈંક નવા પ્રકારના, સારી ક્વોલિટીવાળા રમકડાં બનાવીએ. 

બે ડઝન એપ્સને કેન્દ્રએ આપ્યો એવોર્ડ
પીએમ મોદીએ મન કી બાતમાં એપ ઈનોવેશન ચેલેન્જ અંગે જણાવ્યું. તેમણે કહ્યું કે ખુબ તપાસ અને ચકાસણી બાદ અલગ અલગ કેટેગરીમાં લગભગ બે ડઝન એપ્સને એવોર્ડ પણ અપાયા છે. 

- એક એપ છે કુટુકી કિડ્સ લર્નિંગ એપ. આ નાના બાળકો માટે ઈન્ટરેક્ટિવ એપ છે.  જેમાં ગીતો અને કહાનીઓ દ્વારા વાતવાતમાં જ બાળકો મેથ્સ, સાયન્સ અને ઘણું બીજુ શીખી શકે છે. જેમાં એક્ટિવિટી પણ છે અને રમત પણ છે. 
- એક માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ એપ પણ છે. જેનું નામ છે કૂ -KOO કૂ. તેમાં આપણે આપણી માતૃભાષામાં ટેક્સ્ટ, વીડિયો અને ઓડિયો દ્વારા આપણી વાત રજુ કરી શકીએ છીએ, ઈન્ટરેક્ટ પણ કરી શકીએ છીએ. 
- એક એપ છે Ask સરકાર, જેમાં ચેટ બોક્સ દ્વારા તમે ઈન્ટરેક્ટ કરી શકો છો અને કોઈ પણ સરકારી યોજના અંગે યોગ્ય જાણકારી મેળવી શકો છો. તે પણ ટેક્સ્ટ, વીડિયો અને ઓડિયો ત્રણેય રીતથી. તે તમારી મદદ કરી શકે છે. 
- એક અન્ય એપ છે Step Set Go. જે ફિટનેસ એપ છે. તમે કેટલું ચાલ્યા, કેટલીક કેલરી બર્ન કરી અને એ તમામ હિસાબ આ એપ રાખે છે અને તમને ફિટ રહેવા માટે મોટિવેટ કરે છે. 

સિક્યુરિટી ડોગ્સને પીએમ મોદીની સલામ
મન કી બાતની આ શ્રેણીમાં પીએમ મોદીએ સુરક્ષાદળોના બે જાંબાઝ પાત્રોનો પણ ઉલ્લેખ કર્યો. આ છે સોફી અને વિદા. બંને ભારતીય સેનાના શ્વાન છે. આ સિક્યુરિટી ડોક્સને ચીફ ઓફ આર્મી સ્ટાફ કમેન્ડેશન કાર્ડસથી પણ સન્માનિત કરાયા છે. પીએમ મોદીએ કહ્યું કે મને જણાવવામાં આવ્યું કે ભારતીય બ્રીડના ડોગ્સ પણ ખુબ સારા  હોય છે. ખુબ સક્ષમ હોય છે. ઈન્ડિયન બ્રીડ્સમાં મુધોલ હાઉન્ડ છે, હિમાચલી હાઉન્ડ છે, તે ખુબ સારી નસ્લના હોય છે. રાજાપલાયમ, કન્ની, ચિપ્પીપરાઈ અને કોમ્બાઈ પણ ખુબ શાનદાર ઈન્ડિયન બ્રીડ્સ છે. તેમણે લોકોને અપીલ કરતા કહ્યું કે હવે પછી જ્યારે પણ તમને ડોગ પાળવાનું વિચારો તો તમે જરૂર કોઈ ઈન્ડિયન બ્રીડ્સના ડોગને ઘરમાં લાવજો. 

તૈયાર થઈ રહ્યો છે ભારતીય કૃષિ કોપ
પોષણ મહિના પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે નેશન અને ન્યૂટ્રિશિયનને ખુબ ઊંડો સંબંધ હોય છે. આપણા ત્યાં એક કહેવત છે કે યથા અન્નમ તતા મન્નમ. એટલે કે જેવું અન્ન તેવો જ આપણા માનકિસ અને બૌદ્ધિક વિકાસ થાય છે. તેમણે કહ્યું કે પોષણ મહિના દરમિયાન MyGov portal પર એક food and ન્યૂટ્રિશિયન ક્વિઝ પણ આયોજિત કરાશે અને આ સાથે જ એક મીમ કોમ્પિટિશન પણ થશે. પીએમ મોદીએ કહ્યું કે ભારતીય કૃષિ કોષમાં દરેક જિલ્લામાં કયા કયા પાક થાય છે તેની ન્યૂટ્રિશિયન વેલ્યૂ કેટલી છે, તેની પૂરી જાણકારી હશે. 

કોરોના પર નાગરિકોને જવાબદારીનો અહેસાસ
પ્રધાનમંત્રીએ મન કી બાતની શરૂઆતમાં જ કહ્યું કે સામાન્ય રીતે આ સમય ઉત્સવનો સમય હોય છે. ઠેર ઠેર મેળા લાગે છે, ધાર્મિક પૂજા થાય છે. કોરોના સંકટકાળમાં લોકોમાં ઉમંગ તો બહુ છે, ઉત્સાહ પણ છે પરંતુ આપણે બધાના મનને ગમી જાય તેવું અનુશાસન પણ છે. નાગરિકોને પોતાની જવાબદારીનો અહેસાસ  છે. લોકો પોતાનું ધ્યાન રાખીને, બીજાનું ધ્યાન રાખીને પોતાનું રોજબરોજનું કામ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે ગણેશોત્સવ પણ ક્યારેક ઓનલાઈન મનાવવામાં આવી રહ્યો છે. મોટાભાગની જગ્યાઓ પર આ વખતે ઈકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી રહી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More