Home> India
Advertisement
Prev
Next

પીએમ મોદીનો સંદેશ: 5 એપ્રિલે રાત્રે 9 વાગ્યે તમારી 9 મિનીટ આપો, દીવો પ્રગટાવી એકસાથે પ્રકાશ ફેલાવો

કોરોના વાયરસ (Coronavirus) ના કહેર વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) દેશને સંબોધિત કરશે. ગઈકાલે તેમણે કહ્યું હતું કે, તેઓ દેશવાસીઓ સાથે વીડિયો સંદેશ મોકલશે. 

પીએમ મોદીનો સંદેશ: 5 એપ્રિલે રાત્રે 9 વાગ્યે તમારી 9 મિનીટ આપો, દીવો પ્રગટાવી એકસાથે પ્રકાશ ફેલાવો

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (Coronavirus) ના કહેર વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) દેશને સંબોધિત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેઓ દેશવાસીઓ સાથે વીડિયો સંદેશ મોકલશે. તેમણે સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, કોરોના વાયરસી વૈશ્વિક મહામારીની વિરુદ્ધ લોકડાઉનને 9 દિવસ પૂરા થાય છે. આ દરમિયાન તમે લોકોએ જે રીતે અનુશાસનનો પરચો આપ્યો છે, તે અભૂતપૂર્વ છે. તમે જે પ્રકારે 22 માર્ચ, રવિવારના દિવસે કોરોનાની વિરુદ્ધ લડાઈ લડી રહેલા દરેક કોઈનો આભાર માન્ય હતો, તે અન્ય દેશો માટે મિસાલ બન્યું હતું. આજે અનેક દેશો આ કાર્યને અનુસરી રહ્યા છે. આ ભાવ પ્રકટ થયો છે કે, એક થઈને કોરોનાની વિરુદ્ધ લડાઈ લડી શકાય છે. આજે લોકડાઉનના સમયે દેશની તમારા સૌ માટે સામૂહિક ચરિતાર્થ થતુ નજરે આવે છે. 

fallbacks

વડોદરાને બીજો ઝટકો, 24 કલાકમાં કોરોનાના બીજા દર્દીનું મોત, ગુજરાતમાં કુલ મોત 8

5 એપ્રિલે રાત્રે 9 વાગ્યે આ કરો... 
જે સૌથી વધુ પ્રભાવિત છે, તે ગરીબ લોકોને નિરાશાથી આશા તરફ લઈ જવાનુ છે. આ રવિવારે 5 એપ્રિલના રોજ આપણે સૌએ કોરોનાને ચેલેન્જ આપવાની છે. 5 એપ્રિલના રોજ આપણે મહાશક્તિનુ જાગરણ કરવાનું છે. 5 એપ્રિલ, રવિવારના રોજ રાત્રે 9 વાગ્યે હું તમારા સૌના 9 મિનીટ માંગુ છું. 9 વાગ્યે ઘરની તમામ લાઈટ બંઘ કરીને દરવાજા કે બાલ્કનીમાં ઉભા રહીને 9 મિનીટ મીણબત્તી, દીવો કે ટોર્ચ કે મોબાઈલની ફ્લેશલાઈટ ચાલુ કરો. આ સમયે ઘરની તમામ લાઈટ બંધ કરશો તો, અને લોકો દીવો પ્રગટાવશે તો પ્રકાશની મહાશક્તિનો લાભ મળશે. એક શક્તિથી લડી રહ્યા છે તે ઉજાગર થશે. આ સમયે મનમાં સંકલ્પ કરો કે આપણે એકલા નથી. આ આયોજન સમયે ક્યાંય એકઠા થવાનુ નથી. રસ્તા પર, ગલીમાં જવુ નથી. સોશિયલ ડિસ્ટન્સિંગની રેખાને લાંધવાનુ નથી. કોરોનાની ચેન તોડવાનુ આ જ રામબાણ ઈલાજ છે.  

રાશિફળ 3 એપ્રિલ : લોકડાઉન વચ્ચે પણ આજે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

તેમણે કહ્યું કે, કરોડો લોકો ઘરમાં છે તો કોઈને પણ લાગશે કે તે એકલો શુ કરશે. આટલી મોટી લડાઈને એકલા કેવી રીતે લડી શકાશે, કેટલા દિવસ આવી રીતે કાપવા પડશે. આપણે ઘરમાં જરૂર છીએ, પણ આપણામાઁથી કોઈ એકલુ નથી. 130 કરોડ દેશવાસીઓની સામૂહિક શક્તિ દરેક વ્યક્તિ સાથે છે. સમય સમય પર તેની દિવ્યતાની અનુભૂતિ કરવી જરૂરી છે. જનતા જનાર્દન ઈશ્વરનું રૂપ હોય છે. દેશ આટલી મોટી લડાઈ લડી રહ્યું છે, આવી લડાઈમાં વારંવાર જનતારૂપી મહાશક્તિનું વિરાટ સ્વરૂપનું સાક્ષાત કરતા રહેવુ જોઈએ. જે તમને મનોબળ, લક્ષ્ય અને પ્રાપ્તિ માટે ઉર્જા આપશે. 

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે કોરોના વાયરસના વધી રહેલા કેસોને જોતા પીએમ મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી હતી. આ દરમિયાન કોરોના વાયરસની વિરુદ્ધ શુ શુ કરી સકાય છે, તેના પર વિસ્તૃત ચર્ચા થઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More