બરેલી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર માટે યુપીના બરેલી પહોંચ્યા. બિહારનાં અરરિયા અને યૂપીના એડા બાદ તેમણે બરેલીમાં ચૂંટણી સભાને સંબોધિત કરી. તેમણે બસપા પ્રમુખ માયાવતીનાં નિવેદન પર આકરો શાબ્દિક પ્રહાર કર્યો, વડાપ્રધાને કહ્યું કે, હવે આ લોકો મારા પછાતપણાનું પણ સર્ટિફિકેટ વહેંચી રહ્યા છે. આ લોકો મારા પછાતપણાની મજાક ઉડાવી રહ્યા છે. દરેક ચૂંટણીમાં જ્યારે તેમણે પરાજય સામે દેખાવા લાગી છે તો આ રમત ચાલુ થઇ જાય છે, આ લોકો મારી જાતી પર આવી જાય છે.
પ્રિયંકા ગાંધી બોલ્યા, ઇંદીરાજી ફુટબોલનાં ઘણા મોટા ફેન, ઇટાલીનું કરતા સમર્થન
વડાપ્રધાન મોદીએ રેલીને સંબોધિતક કરતા કહ્યું કે, કેટલાક લોકોએ હાલ ઇવીએમ મશીનની ગાળો આપવાનું ચાલુ કરી દીધું છે. આ જ્યારે ચાલુ થઇ જાય તો સમજી લો કે તેમણે સ્વિકારી લીધું કે જનતા તેમની સાથે નથી. 2014માં પોતાનાં દિલ્હીમાં પુર્ણ બહુમતીવાળી એક મજબુત સરકાર માટે સંપુર્ણ સમર્થન આપ્યું હતું. તમારા મુખ્ય સેવક પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને પરિણામ તમારી સામે છે. તમારા આશિવાર્દથી આજે દેશની પ્રગતીની ગતિ ખુબ જ વધી ગઇ છે.
2014માં જો કોઇ કહે છે કે ગરીબને એટલી સરળતાથી ગેસ મળવા લાગશે, તો પણ કોઇ વિશ્વાસ નથી કરતો. 2014 પહેલા જો કોઇ કહે કે ગરીબનું એટલું જ સરળતાથી બેંકમાં ખાતા ખુલવા લાગશે, તેમાં હજારો કરોડ રૂપિયા જમા થઇ જશે, તો એ પણ કોઇ વિશ્વાસ નથી કરતા.
IAFએ વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને વીરચક્ર એનાયત કરવાની કરી ભલામણ
2014 પહેલા કોઇ પણ નહોતુ વિચારી શકતું હતું કે કોઇ વડાપ્રધાન ઝાડુ પકડી શકે છે. 2014 પહેલા પણ કોઇએ પણ નહોતું વિચાર્યું કે ગામમાં લોકોની પાસે સ્માર્ટફોન હશે, ઇન્ટરનેટ હશે. આ તમામ સંભવ થઇ શક્યું છે જ્યારે તમે એક મજબુત અને પુર્ણ બહુમતીવાળી સરકારને પુર્ણ બહુમતી આપીને બેસાડ્યા હતા.
અમિત શાહ અને સની દેઓલની મુલાકાત, અમૃતસરથી ચૂંટણી લડવાની ચર્ચાનું જોર
આતંકવાદ અને નક્સલવાદ પર હૂમલો
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે કહી રહ્યા છીએ કે આતંકવાદ અને નક્સલવાદને મિટાવવું જરૂરી છે અને કોંગ્રેસ કહે છે કે જમ્મુ કાશ્મીરથી સેનાને હટાવવી જોઇએ. અમે કહી રહ્યા છીએ કે અમારા સૈનિકોને ખુલી છુટ મળવી જોઇે પરંતુ કોંગ્રેસ કહે છે કે દેશનાં વીર જવાનોને લાચાર કરી દેવા જોઇએ. વડાપ્રધાન મોદી કોંગ્રેસ રાષ્ટ્રદ્રોહનો કાયદો હટાવવા માંગે છે, જો એવું થયું તો ભારત માતાને ગાળો આપનારાઓને ખુલી છુટ મળશે. દેશનાં ટુકડે ટુકડા કરવાના મનસુબાઓ ધરાવતા લોકોને છુટ મળશે. શું તમને આ દેશદ્રોહીઓથી બચાવવાનો અમારો ઇરાદો મંજુર છે ?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે