Home> India
Advertisement
Prev
Next

નામ લીધા વગર ચીન પર પીએમ મોદીનો પ્રહાર, જાણો શું કહ્યું


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નામ લીધા વગર ચીન પર જબરદસ્ત પ્રહાર કર્યો છે. તેમણે ભારતની મદદથી તૈયાર મોરિશસ સુપ્રીમ કોર્ટ બિલ્ડિંગના ઉદ્ઘાટન ભાષણમાં કહ્યું કે, ભારત તે દેશ નથી જે વિકાસ પરિયોજનાઓના બહાને પાડોસીઓને જાળમાં ફસાવે છે.

 નામ લીધા વગર ચીન પર પીએમ મોદીનો પ્રહાર, જાણો શું કહ્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નામ લીધા વગર ચીન પર જબરદસ્ત પ્રહાર કર્યો છે. તેમણે ભારતની મદદથી તૈયાર મોરિશસ સુપ્રીમ કોર્ટ બિલ્ડિંગના ઉદ્ઘાટન ભાષણમાં કહ્યું કે, ભારત તે દેશ નથી જે વિકાસ પરિયોજનાઓના બહાને પાડોસીઓને જાળમાં ફસાવે છે અને તેને ઘુંટણ ટેકવા મજબૂર કરે છે. પીએમ મોદીએ કહ્યુ, ઇતિહાસે આપણે બોધપાઠ આપ્યો છે કે વિકાસ ભાગીદારીઓ (Development partnerships)ના નામ પર ઘણા દેશોને નિર્ભરતા ભાગીદારીઓ (Development partnerships) માટે મજબૂર કરવામાં આવ્યા. તેનાથી કોલોનિયલ અને સામ્રાજ્યવાદી શાસનનો પ્રારંભ થયો. તેનાથી વૈશ્વિક તાકાતોના અલગ-અલગ બ્લોક બન્યા. 

fallbacks

પ્રધાનમંત્રીએ ભારતના પાડોસીઓની સાથે-સાથે વિશ્વના અન્ય દેશોની સાથે વિકાસ ભાગીદારીની પાછળની ભાવના સમજાવી. તેમણે અફઘાનિસ્તાનથી લઈને નાઇઝીરિયા સુધીનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે, ભારત દેશોની સંપ્રભુતા, વૈશ્વિક વિવિધતાનું સન્માન કરે છે. મોદીએ કહ્યુ, ભારતની ડેવલોપમેન્ટ પાર્ટનરશિપના કેન્દ્રમાં સન્માન, વિવિધતા, ભવિષ્યનો ખ્યાલ અને ટકાઉ વિકાસ હોય છે. તેણણે કહ્યું, વિકાસમાં સહયોગની પાછળ ભારત માટે સૌથી મોટો મૌલિક સિદ્ધાંત છે- બીજા પાર્ટનરોનું સન્માન કરવું. આ અમારી પ્રેરણઆ છે. આ કારણ છે કે અમે કોઈ દેશમાં વિકાસ પરિયોજનાઓ માટે કોઈ શરત રાખતા નથી.

પીએમે આગળ કહ્યુ, ભારતની ડેવલોપમેન્ટ પાર્ટનરશિપ બહુઆયામી છે. વાણિજ્યથી સંસ્કૃતિ સુધી, ઉર્જાથી એન્જિનિયરિંગ સુધી, સ્વાસ્થ્યથી આવાસ સુધી, આઈટીથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી, રમતથી વિજ્ઞાન સુધી ભારત દુનિયાના દેશો સાથે કામ કરી રહ્યું છે. તેમણે ભારતના વૈશ્વિક સહયોગની ચર્ચા કરી અને કહ્યું, જો ભારતને અફઘાનિસ્તાનમાં સંસદ ભવન બનાવવાનું ગૌરવ હાસિલ છે તો નાઇજરમાં મહાત્મા ગાંધી કન્વેન્શન સેન્ટરનના નિર્માણમાં ભૂમિકા નિભાવવાની ખુશી છે. 

પીએમ મોદીએ કહ્યુ કે, ભારત કોઈની મદદ કરી કોઈ એજન્ડા સેટ નથી કરતું પરંતુ તેને પોતાનું સૌભાગ્ય સમજે છે. તેમણે કહ્યું, ભારતને ન માત્ર તમારા વર્તમાનમાં મદદરૂપ બનીને ગૌરવની અનુભૂતિ થાય છે પરંતુ તમારા યુવાઓ અને આગામી પેઢી માટે સારા ભવિષ્યના નિર્માણમાં મદદ કરવી પણ સૌભાગ્ય સમજે છે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More