હિસાર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિસાર જિલ્લામાં આવેલા મંડી આદમપુરના ગામ સારંગપુરના રહેવાસી ઓમપ્રકાશ સાથે મોબાઇલ ફોનથી વાત કરી હતી. હવે તમે વિચારી રહ્યાં હશો કે, આખરે આવું કેમ થયું. તો અમને તમને જણાવીએ સમગ્ર વાત. પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના તો તમને યાદ હશે, જેના દ્વારા જરૂરીયાતમંદ પરિવારોને નિ:શુલ્ક સારવાર મળે છે.
આ પણ વાંચો:- સુપર સાયક્લોન Amphanના કારણે પશ્ચિમ બંગાળમાં બે લોકોના મોત
ઓમપ્રકાશનું આ યોજના સાથે જોડાયેલા હોવાથી તેમની પીએમ મોદી સાથે વાત થવાનું કારણ બન્યું. ત્રણ મહિના પહેલા સુધી સામાન્ય વ્યક્તિની જેમ જીવન પસાર કરી રહેલા ઓમપ્રકાશનું રૂટીન હતું કે, તે દિવસભર ખેતેરમાં કામ કરવાની સાથે પરિવારની જવાબદારી નિભાવી રહ્યાં હતા.
પરંતુ ત્રણ માસ પહેલા અચાનક ગળામાં દર્દ અનુભવતા તપાસ કરાવ્યા બાદ તેમને જણાવા મળ્યું કે, ગળાનું કેન્સર છે. ઓમપ્રકાશે ગળાના દુખાવાને લઇ ક્યાંકથી દેશી દવાઓ લધી તો કેટલાક હોસ્પિટલના ધક્કા પણ ખાોધા હતા. પછી તેમને જાણવા મળ્યું કે, પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજનાથી તેમની ફ્રી સરાવર થઈ શકે છે.
આ પણ વાંચો:- જમ્મુ કાશ્મીર: BSFના જવાન પર આતંકી હુમલો, બે જવાન શહીદ
એવી ચર્ચા પણ ચાલી રહી છે કે ઓમપ્રકાશ આયુષ્માન ભારત યોજનાનો લાભ ઉઠાવનાર દેશના એક કરોડમાં વ્યક્તિ છે, પરંતુ એવું જાણવા મળ્યું છે કે પીએમ મોદીએ પણ આ જ રીતે ઓમપ્રકાશની જેમ કેટલાક અન્ય લોકો સાથે વાત કરી છે.
તેમને પણ આયુષ્માન યોજના હેઠળ પણ નોંધણી કરાઈ હતી. ઓમપ્રકાશની હિસારની એક ખાનગી હોસ્પિટલમાં નિ: શુલ્ક સારવાર શરૂ કરી હતી અને ડોકટરો જલ્દીથી તેના ઓપરેશનની તૈયારી કરી રહ્યા છે જે સંપૂર્ણ નિ: શુલ્ક થઈ જશે.
ઓમપ્રકાશની સારવાર પાછળ ખર્ચવામાં આવતા દરેક પૈસાની ચૂકવણી આયુષ્માન ભારત યોજના હેઠળ સરકાર દ્વારા કરવામાં આવશે. ઓમપ્રકાશ તે સમયે ઘણા ખુશ જોવા મળ્યા હતા, જ્યારે તેમને ખબર પડી કે, આયુષ્માન ભારત યોજનાના લાભાર્થી હોવાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની સાથે ફોન પર વાત કરશે.
આ પણ વાંચો:- કોરોના સંક્રમણથી બચાવશે આ માસ્ક, વાયરસના સંપર્કમાં આવતા મળશે આ સંકેત
તેમને આ અંગે મંગળવારે સાંજે 6 વાગ્યે પ્રધાનમંત્રી કાર્યાલયથી ફોન દ્વારા માહિતી મળી હતી. રાત્રે 8.30 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓમપ્રકાશના ફોન પર નમસ્તે કહ્યું કે તરત જ ઓમપ્રકાશનો અવાજ સંભળાયો નહીં. ઓમપ્રકાશ કહે છે કે પ્રધાનમંત્રીએ સ્નેહભર્યા ભાવથી તેમના હાલચાલ પૂછ્યા. ઓમપ્રકાશ ફોન રાખતા નથી, તેણે આયુષ્માન યોજનામાં પુત્ર સુરેન્દ્રનો નંબર આપ્યો. પીએમઓનો પહેલો ફોન સુરેન્દ્ર પાસે આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે