Home> India
Advertisement
Prev
Next

PM Modi એ જો બાઈડેન જેવા દિગ્ગજોને આ મામલે પછાડ્યા, બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા

ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ (Global Leader Approval Rating)ની યાદીમાં PM નરેન્દ્ર મોદી (Narendra Modi)નું રેટિંગ 71 ટકા છે અને તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) જેવા દિગ્ગજોને પછાડી દીધા છે.

PM Modi એ જો બાઈડેન જેવા દિગ્ગજોને આ મામલે પછાડ્યા, બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની લોકપ્રિયતાનો ડંકો ભારતની સાથે સાથે વિશ્વમાં વાગી રહ્યો છે અને ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ (Global Leader Approval Rating) ની યાદીમાં ટોચ પર છે. અમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટે વિશ્વભરના નેતાઓના વૈશ્વિક અપ્રુવલ રેટિંગ પર તાજેતરમાં એક સર્વે કરીને નેતાઓની લોકપ્રિયતા શોધી કાઢી છે, જેમાં પીએમ મોદીની સામે કોઈ દૂર દૂર સુધી નથી.

fallbacks

પીએમ મોદીનું ગ્લોબલ અપ્રૂવલ રેટિંગ 71%
ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ (Global Leader Approval Rating)ની યાદીમાં PM નરેન્દ્ર મોદી (Narendra Modi)નું રેટિંગ 71 ટકા છે અને તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) જેવા દિગ્ગજોને પછાડી દીધા છે. એટલું જ નહીં પીએમ મોદીની આસપાસ કોઈ નેતા નથી.

યાદીમાં કોણ કયા નંબર પર છે
ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં બીજા ક્રમે મેક્સીકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર છે, જેમનું રેટિંગ 66 ટકા છે. ત્રીજા નંબર પર રહેલા ઈટાલીના પ્રધાનમંત્રી મારિયો દ્રધિનું રેટિંગ 60 ટકા છે. ત્યારબાદ લિસ્ટમાં જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદા (48%) અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝો (44%) છે.

છઠ્ઠા નંબર પર અમેરિકી રાષ્ટ્રપતિ બિડેન
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગની યાદીમાં છઠ્ઠા નંબર પર છે અને તેમનું રેટિંગ 43 ટકા છે. આ યાદીમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (43%), ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન (41%), સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ (40%), દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જે-ઈન (38%), બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો (37%), ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન (34%) અને યુકેના પીએમ બોરિસ જોન્સન (26%) છે.

13 દેશોના નેતાઓ પર સર્વે
અમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઇન્ટેલિજન્સ હાલમાં યુએસ સિવાય ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇટાલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન અને યુનાઇટેડ કિંગડમના નેતાઓના રેટિંગ પર નજર રાખી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More