Home> India
Advertisement
Prev
Next

ભ્રષ્ટાચારીઓ કાન ખોલીને સાંભળી લે, આ મોદી છે અટકવાના નથી, મેરઠમાં પીએમના જોરદાર પ્રહારો

મેરઠમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે ઘણા મોટા-મોટા ભ્રષ્ટાચારીઓએ કોર્ટના ચક્કર લગાવવા પડી રહ્યાં છે. ભ્રષ્ટાચારીઓ કાન ખોલીને સાંભળી લે, આ મોટી છે અટકવાના નથી. 
 

ભ્રષ્ટાચારીઓ કાન ખોલીને સાંભળી લે, આ મોદી  છે અટકવાના નથી, મેરઠમાં પીએમના જોરદાર પ્રહારો

મેરઠઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014 અને 2019ને યાદ કરીને ફરી એકવાર ઉત્તરપ્રદેશના મેરઠથી ચૂંટણી પ્રચારનો શંખનાદ કર્યો છે... મેરઠમાં ચૌધરી ચરણસિંહ ગૌરવ સભાનું આયોજન કરાયું.. જ્યાં જયંત ચૌધરી સહિતના NDAના નેતાઓ સાથે પીએમ મોદીએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો... પીએમ મોદીએ આ દરમિયાન મેરઠની ધરતીને ક્રાંતિવીરોની ધરતી ગણાવી... તો 2024ના ચૂંટણી જંગને સાંસદ કે સરકાર બનાવવાની ચૂંટણી નહીં પરંતુ વિકસીત ભારત બનાવવાની ચૂંટણી ગણાવી... આ દરમિયાન પીએમ મોદીએ સરકારની વિકાસકાર્યોની ગાથા ગાઈ... તો સાથે સાથે વિપક્ષ પર શાબ્દિક હુમલાઓ કર્યા... પીએમ મોદીએ સભાને સંબોધન કરતા કહ્યું કે, હું ભ્રષ્ટાચારીઓ સામે લડી રહ્યો છું... તેમણે આ લડાઈની વ્યાખ્યા ભ્રષ્ટાચારી હટાવો સામે ભ્રષ્ટાચારી બચાવો તરીકે કરી.. સાથે જ કહ્યું કે, આજે ભ્રષ્ટાચારીઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ રહ્યા છે.. જેમને કોર્ટના ચક્કર લગાવવાનો વારો આવ્યો છે... 

fallbacks

સભામાં પ્રધાનમંત્રી મોદીએ ગરીબી હટાવવાનો મુદ્દો પણ ઉઠાવ્યો.. પીએમ મોદીએ કહ્યું કે, હું ખુદ ગરીબીમાં તપીને અહીં સુધી પહોંચ્યો છું... એટલે ગરીબોનું દર્દ સમજુ છું..  તેમણે વધુમાં કહ્યું કે, જેને કોઈ નથી પૂછતું, તેવા લોકોને મોદી પૂજે છે.

આ પણ વાંચોઃ મોદી સરકાર પર હુમલો, રામલીલા મેદાનમાં I.N.D.I.A ગઠબંધનમાં રાખી આ 5 માંગો

એક તરફ પીએમ મોદીએ મેરઠથી પ્રચારની શરૂઆત કરી.. તો અમિત શાહે રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારની કમાન હાથમાં લીધી છે.. અમિત શાહે જયપુરમાં બેઠક કર્યા બાદ સિકરમાં ભવ્ય રોડ શો કર્યો.. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો રોડ શોમાં જોડાયા.  અમિત શાહ સોમવારે રાજસ્થાની સાતમ પણ જોધપુરમાં કરશે... અહીં તેઓ પક્ષના નેતાઓ સાથે બેઠક કરીને લોકસભા ચૂંટણીનો વિજયમંત્ર આપશે.. ત્યારબાદ 2 એપ્રિલે પીએમ મોદી પણ મિશન રાજસ્થાન હાથમાં લેશે.

એક તરફ દિલ્લીમાં ઈન્ડિયા ગઠબંધને એકતાના સોગંધ સાથે મોદી વિરુદ્ધ હુંકાર ભર્યો.. તો બીજી તરફ મેરઠમાં પીએમ મોદીએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી.. હવે પીએમ મોદી અને અમિત શાહ પ્રચાર મોડમાં પૂર્ણ એક્ટિવ થઈને દેશભરમાં સભાઓ ગજવશે... હવેના દિવસો NDA વર્સિસ INDIA ગઠબંધનના વાર વલટવારના હશે.... જેમા કોણ કોના પર ભારે પડે છે તે જોવું રહ્યું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More