Home> India
Advertisement
Prev
Next

પીએમ મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા, મોર્નિંગ કન્સલ્ટના સર્વેમાં બાઇડન અને સુનક છૂટ્યા પાછળ

ગ્લોબલ ડિસીઝન ઈન્ટેલીજેન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટના સર્વેમાં પીએમ મોદીને 76 ટકા અપ્રૂવલ રેટિંગ મળ્યું છે. તો મેક્સિકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મૈનુઅલ લોપેઝ ઓરાડોર લિસ્ટમાં બીજા નંબરે છે. 

પીએમ મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા, મોર્નિંગ કન્સલ્ટના સર્વેમાં બાઇડન અને સુનક છૂટ્યા પાછળ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદી એકવાર ફરી દુનિયાના સૌથી પોપ્યુલર નેતા તરીકે ઉભર્યા છે. આ ક્રમમાં તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન જેવા મોટા નામોને પાછળ છોડી દીધા છે. ગ્લોબલ ડિસીઝન ઈન્ટેલીજેન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટ દ્વારા જારી સર્વેમાં પીએમ મોદીને 76 ટકા અપ્રૂવલ રેટિંગ મળી છે. તો મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રોસ મૈનુઅલ લોપેઝ ઓરાડોર આ લિસ્ટમાં બીજા સ્થાને છે. જો બાઇડેન 41 ટકા અપ્રૂવલ રેટિંગની સાથે સાતમાં નંબર પર છે. 

fallbacks

જાણો ક્યા નેતા છે લિસ્ટમાં સામેલ
મોર્નિંગ કન્સલ્ટે રવિવારે આ યાદી બહાર પાડી છે. જેમાં ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીસને 55 ટકા, સ્વિટ્ઝર્લેન્ડના રાજ્યના વડા એલેન બેર્સેટ 53 ટકા, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા 49, બેલ્જિયમના એલેક્ઝાન્ડ્રે ડી ક્રોઇક્સ 39, કેનેડાના જસ્ટિન ટ્રુડો 39 અને સ્પેનના પેડ્રો સાંચેઝે 38 ટકા અપ્રૂવલ રેટિંગ હાસિલ કર્યું છે. લેટેસ્ટ એપ્રુવલ રેટિંગ આ વર્ષે 22 અને 28 માર્ચ વચ્ચે એકત્રિત કરવામાં આવેલા ડેટા પર આધારિત છે. મોર્નિંગ કન્સલ્ટ દાવો કરે છે કે તે વૈશ્વિક સ્તરે દરરોજ 20,000 ઇન્ટરવ્યુ લે છે. તમને જણાવી દઈએ કે મોર્નિંગ કન્સલ્ટના છેલ્લા સર્વેમાં પીએમ મોદી 78 ટકા એપ્રુવલ રેટિંગ સાથે ટોપ પર હતા.

આ પણ વાંચોઃ 'કોંગ્રેસ રાજમાં' 48,20,69,00,00,000 નું કૌભાંડ, BJPએ આરોપો પર રિલીઝ કર્યો એપિસોડ

આ રીતે કરવામાં આવ્યો સર્વે
વેબસાઇટથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે દેશમાં સાત દિવસ સુધી અલગ-અલગ સેમ્પલ સાઇઝની સાથે આ સર્વે કરવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે સર્વે માટે અમેરિકામાં સેમ્પલ સાઇઝ 45 હજાર હતી. તો અન્ય દેશોમાં તે 500થી 5000 વચ્ચે હતી. સર્વેમાં સામેલ દરેક લોકોના ઈન્ટરવ્યૂ ઓનલાઇન કરવામાં આવ્યા છે. મોર્નિંગ કન્સલ્ટે જણાવ્યું કે ભારતમાં સેમ્પલમાં લિટરેટ પોપુલેશનના સેમ્પલ સામેલ કરવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More