Home> India
Advertisement
Prev
Next

Birbhum Violence: બંગાળની જનતા જઘન્ય ગુનો કરનારને માફ ન કરે, બીરભૂમ હિંસા પર બોલ્યા પીએમ મોદી

પીએમ મોદીએ બુધવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા કોલકત્તામાં બિપ્લબી ભારત ગેલરયા વિક્ટોરિયા, મેમોરિયલ હોલનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ દરમિયાન તેમણે બીરભૂમ હિંસા પર પણ વાત કહી છે. 
 

Birbhum Violence: બંગાળની જનતા જઘન્ય ગુનો કરનારને માફ ન કરે, બીરભૂમ હિંસા પર બોલ્યા પીએમ મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા કોલકત્તામાં બિપ્લબી ભારત ગેલરયા વિક્ટોરિયા, મેમોરિયલ હોલનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ દરમિયાન બીરભૂમમમાં થયેલી હિંસા પર શોક વ્યક્ત કરતા કહ્યુ, કેન્દ્ર સરકાર તરફથી હું રાજ્યને તે વાત માટે વિશ્વાસ અપાવુ છું કે ગુનેગારોને જલદીથી જલદી સજા અપાવવામાં જે મદદ જોશે, તે ઉપલબ્ધ કરાવવામાં આવશે. હું બંગાળના લોકોને પણ આગ્રહ કરીશ કે આવી ઘટનાને અંજામ આપનારને, આવા ગુનેગારોનો જુસ્સો વધારનારને ક્યારેય માફ ન કરો. 

fallbacks

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ, 'હું પશ્ચિમ બંગાળના બીરભૂમમાં થયેલી હિંસક ઘટના પર દુખ વ્યક્ત કરુ છું, મારી સંવેદના વ્યક્ત કરુ છું. પીએમે કહ્યુ કે, રાજ્ય સરકાર, બંગાળની મહાન ધરતી પર આવો જધન્ય અપરાધ કરનારને જરૂર સજા અપાવશે.'

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના રામપુરહાટમાં ટીએમસી નેતા ભાદૂ પ્રધાનની હત્યા બાદ અનેક ઘરને આગના હવાલે કરી દેવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં આઠ લોકોના મોત થયા છે, જેમાં બે બાળક પણ સામેલ છે. ટીએમસી નેતા પર સોમવારે ક્રૂડ બોમ્બથી હુમલો થયો હતો. આ ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે તો કેન્દ્ર સરકારે રિપોર્ટ માંગ્યો છે. આ કેસમાં અત્યાર સુધી 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

બીરભૂમ હિંસા પર હાઈકોર્ટનો આદેશ
આ હિંસા મામલાની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ પોલીસને 24 માર્ચે કેસ ડાયરી લાવવાનો નિર્દેશ આપ્યો છે. સાથે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે કે સાક્ષીઓને સુરક્ષા ઉપલબ્ધ કરાવે. આ સિવાય જ્યાં આ હિંસાને અંજામ આપવામાં આવ્યો, ત્યાં કોઈ વસ્તુ સાથે છેડછાડ ન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે તે માટે હિંસાના સ્થળ પર કેમેરા લગાવવામાં આવે. 

આ પણ વાંચો- પંજાબની સરકારે પૂરુ કર્યુ વચન, ભ્રષ્ટાચાર રોકવા માટે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

ઘટનાસ્થળનું 24 કલાક થાય વીડિયો રેકોર્ડિંગ
હાઈકોર્ટના નિર્દેશ પ્રમાણે ક્રાઇમ સીન પર 24 કલાક કેમેરાથી નજર રાખવામાં આવે, સાથે સીસીટીવીના ડીવીઆર વધુ મેમરીવાળા હોવા જોઈએ. કેમેરા ડિસ્ટ્રિક્ટ જજની હાજરીમાં લગાવવામાં આવશે. પૂરાવા ભેગા કરવા માટે સીએફએસએલ ટીમ દિલ્હીથી બોલાવવામાં આવી છે. જ્યાં સુધી આ ટીમ તમામ જરૂરી પૂરાવા ભેગા ન કરે, ત્યાં સુધી તે જગ્યા પર નજર રાખવામાં આવે. કોલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડિવિઝન બેંચે 24 માર્ચે બપોરે બે કલાક સુધી રિપોર્ટ માંગ્યો છે. હાઈકોર્ટે આ મામલામાં સુઓમોટો લીધો છે. ત્યારબાદ હવે મામલાની તપાસને લઈને નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે કોર્ટ આ મુદ્દા પર દરરોજ સુનાવણી જારી રાખી શકે છે. 

શહીદી દિવસ પર શહીદોને કર્યા યાદ
પોતાના ભાષણ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ શહીદ ભગત સિંહ, રાજગુરૂ અને સુખદેવના બલિદાનને યાદ કર્યુ હતું. તેમણે કહ્યુ કે, તેમની શૌર્ય ગાથા દેશના બાળકોના મોઢામાં છે. આપણે આ વીર ગાથાઓ, દેશ માટે દિવસ રાત મહેનત કરવા માટે પ્રેરિત કરે છે. આપણા ભૂતકાળનો વારસો આપણે વર્તમાનની દિશા આપે છે. આપણે સારૂ ભવિષ્ય બનાવવામાં આગળ વધવા પ્રેરિત કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More