Home> India
Advertisement
Prev
Next

UNSCમાં ભારતની નિર્વિરોધ જીત, PM મોદીએ આ રીતે વૈશ્વિક સમુદાયનો માન્યો આભાર 

ભારત બુધવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યું. ભારતને 192 માંથી 184 દેશોના મત મળ્યાં. ભારત બે વર્ષ માટે સુરક્ષા પરિષદનો અસ્થાયી સભ્ય રહેશે. આવું 8મી વાર બન્યું છે કે ભારત UNSCનો અસ્થાયી સભ્ય બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત ચૂંટાઈ આવતા ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત વૈશ્વિક શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે. ભારત 2011-12માં પણ અસ્થાયી સભ્ય હતું. 

UNSCમાં ભારતની નિર્વિરોધ જીત, PM મોદીએ આ રીતે વૈશ્વિક સમુદાયનો માન્યો આભાર 

નવી દિલ્હી: ભારત બુધવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યું. ભારતને 192 માંથી 184 દેશોના મત મળ્યાં. ભારત બે વર્ષ માટે સુરક્ષા પરિષદનો અસ્થાયી સભ્ય રહેશે. આવું 8મી વાર બન્યું છે કે ભારત UNSCનો અસ્થાયી સભ્ય બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત ચૂંટાઈ આવતા ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત વૈશ્વિક શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે. ભારત 2011-12માં પણ અસ્થાયી સભ્ય હતું. 

fallbacks

ભારત 8મી વાર UNSCનો અસ્થાયી સભ્ય બન્યું, અમેરિકાએ કર્યું ઉષ્માભર્યુ સ્વાગત, પાકિસ્તાન હેરાન પરેશાન 

પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને કહ્યું કે, "સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની સદસ્યતા માટે વૈશ્વિક સમુદાય દ્વારા દર્શાવવામાં આવેલા ભારે સમર્થન માટે હ્રદયથી આભારી છું. ભારત વૈશ્વિક શાંતિ, સુરક્ષા, લચીલાપણું, એક્તાને પ્રોત્સાહન આપવા માટે તમામ સભ્ય દેશો સાથે કામ કરશે."

જુઓ LIVE TV

UNSCમાં ભારતના અસ્થાયી સભ્ય બનતા વધશે પ્રભુત્વ
UNSCમાં ભારતના અસ્થાયી સભ્ય બનવાનું એ મહત્વ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વૈશ્વિક નેતૃત્વ પર મહોર લાગી ગઈ છે. ભારત UNSCમાં 8મી વાર અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યું. જેનો અર્થ એ છે કે સુરક્ષા પરિષદમાં સ્થાયી સદસ્યતા ઉપર પણ ભારતનો દાવો મજબુત થયો છે. 192 મતોમાંથી ભારતના પક્ષમાં 184 મત પડ્યાં એટલે કે ભારત કોરોના બાદ દુનિયાનું નેતૃત્વ કરશે. 2021-22 ના સમયગાળા માટે UNSCનો અસ્થાયી સભ્ય બન્યો છે. જેનો અર્થ એ થયો કે તે હવે દુનિયાભરમાં શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરશે. 

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More