Home> India
Advertisement
Prev
Next

સોશિયલ મીડિયા યૂઝર ચોંકી ગયા, પીએમ મોદીને કરી અપીલ- સર ટ્વીટર ન છોડો


સોશિયલ મીડિયા પર પીએમ મોદીની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. માત્ર ટ્વીટર પર તેમના 5 કરોડ 33 લાખ ફોલોઅર્સ છે. 
 

સોશિયલ મીડિયા યૂઝર ચોંકી ગયા, પીએમ મોદીને કરી અપીલ- સર ટ્વીટર ન છોડો

નવી દિલ્હીઃ હું આવતા રવિવારે ફેસબુક, ટ્વીટર ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ તમામ સોશિયલ મીડિયામાંથી હટવાનો વિચાર કરી રહ્યો છું. હું તમને બધાને પોસ્ટ કરતો રહીશ. પીએમ મોદીએ રાત્રે 8.56 મિનિટ પર આ જાણકારી પોતાના ટ્વીટર હેન્ડલ પર આવી, તો ટ્વીટર પર ટ્વીટ્સનું પૂર આવી ગયું. ઘણા લોકોએ તેમને વિનંતી કરતા કહ્યું કે, તેઓ આમ ન કરે. તો ઘણા લોકોએ તે પણ કહ્યું કે, તમે આમ કરી શકશો નહીં. 

fallbacks

મહત્વનું છે કે ટ્વીટ પર પીએમ મોદીના પર્સનલ એકાઉન્ટ પર હાલ 53.3 મિલિયન ફોલોઅર છે. તો ફેસબુક પર 44,597,317 લોકો ફોલો કરે છે. ઇન્સ્ટાગ્રામ પર પીએમ મોદીના 35.2 મિલિયન ફોલોઅર છે. ધ સ્કિન ડોક્ટર નામના એક ટ્વીટર યૂઝરે કહ્યું, કેટલા રિટ્વીટ કરુ જેથી તમે આ વિચાર છોડી દેશો. 

અંકિત જૈન નામના એક યૂઝરે ફિલ્મ કુછ-કુછ હોતા હૈનો એક શોટ પોસ્ટ કર્યો અને લખ્યું છે તૂસી ના જાઓ. 

ગબ્બર નામના એક યૂઝરે લખ્યું, આહ, હવે ટિકટોક પર ફોકસ રહેશે.

વ્યોમ શ્રીવાસ્તવ નામના એક યૂઝરે લખ્યું, સર જી, તમારી પણ પરીક્ષા આવી ગઈ શું?

પીએમ મોદીના ટ્વીટ બાદથી #NoSir, #NarendraModi અને #modiji ટ્રેન્ડ ચાલી રહ્યો છે. 20 હજાર ટ્વીટને કારણે ટ્વીટર પર  #NoSir  નંબર વન પર ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આમ ટ્વીટ કરીને લોકો પીએમ મોદીને સોશિયલ મીડિયા ન છોડવા માટે વિનંતી કરી રહ્યાં છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More