Home> India
Advertisement
Prev
Next

પટણામાં PM મોદીનો હુંકાર, કહ્યું- 'સુદર્શનધારી કૃષ્ણનું સ્વરૂપ લઈને થશે આતંકીઓ પર કાર્યવાહી'

લોકસભા ચૂટંણીના અંતિમ તબક્કામાં પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પટણાના પાલીગંજ પહોંચ્યાં. પટણાના પાલીગંજમાં પીએમ મોદીએ પટણા સાહિબ અને પાટલિપુત્રથી ભાજપના ઉમેદવાર રવિશંકર પ્રસાદ અને રામકૃપાલ યાદવ તથા જહાનાબાદ લોકસભા બેઠકથી જનતા દળ યુનાઈટેડ(જેડીયુ)ના ઉમેદવાર ચંદ્રેશ્વર પ્રસાદના પક્ષમાં ચૂંટણી સભાને સંબોધી.

પટણામાં PM મોદીનો હુંકાર, કહ્યું- 'સુદર્શનધારી કૃષ્ણનું સ્વરૂપ લઈને થશે આતંકીઓ પર કાર્યવાહી'

પટણા: લોકસભા ચૂટંણીના અંતિમ તબક્કામાં પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પટણાના પાલીગંજ પહોંચ્યાં. પટણાના પાલીગંજમાં પીએમ મોદીએ પટણા સાહિબ અને પાટલિપુત્રથી ભાજપના ઉમેદવાર રવિશંકર પ્રસાદ અને રામકૃપાલ યાદવ તથા જહાનાબાદ લોકસભા બેઠકથી જનતા દળ યુનાઈટેડ(જેડીયુ)ના ઉમેદવાર ચંદ્રેશ્વર પ્રસાદના પક્ષમાં ચૂંટણી સભાને સંબોધી.

fallbacks

જનસભાને સંબોધતા પીએમ મોદીએ લાલુ યાદવ અને તેમના પરિવાર પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે, 'બિહારમાં જેમણે હજારો કરોડની સંપત્તિ બનાવી છે, આ પૈસા આવ્યાં ક્યાંથી? ગરીબોની ચિંતા હોત તો તેમના હાથ ધ્રુજત. આ લોકો હંમેશા પોતાની પ્રશંસા સાંભળવાના આદી થઈ ગયા ચે. દરબારીઓની ફૌજ તેમના ગુણગાન કરતી રહે છે. ગરીબોની મુશ્કેલીઓ તેમને ખબર નથી. સેંકડો એકર જમીન હડપ્યા બાદ તેમની આંખો ચોરીનો માલ શોધવા માટે ખુલે છે.' 

જુઓ LIVE TV

યાદવ બહુમતીવાળા આ વિસ્તારમાં પીએમ મોદીએ કૃષ્ણનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે અમે યદુવંશીની ધરતીથી આવ્યાં છીએ અને ભગવાન કૃષ્મ અમારા પ્રેરણા સ્ત્રોત છે. જ્યાં કૃષ્ણ વીરાજે છે હું તે ધરતી પર આવ્યો છું. અમારી પ્રેરણા માખણ ખાનારા બાળ ગોપાલ છે. અમારી પ્રેરણા વાંસળી વગાડતા કન્હૈયા છે. અમારી પ્રેરણા સુદર્શન ચક્ર ચલાવનારા શ્રીકૃષ્ણ પણ છે. જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ભારતમાં આતંકીઓને કચડવા માટે સુદર્શનધારી કૃષ્ણનું સ્વરૂપ લઈને કાર્યવાહી પણ કરવામાં આવશે. 

વિકાસનો રસ્તો ચરખાધારી મોહને દેખાડ્યો તો રાષ્ટ્રની સુરક્ષાનો રસ્તો સુદર્શનધારી શ્રીકૃષ્ણે દેખાડ્યો. આ સાથે તેમણે કહ્યું કે તમારો એટલો પ્રેમ છે કે મારે મતો માંગવાની જરૂર નથી. તમે દરેક પળે મને સાથ આપ્યો છે. છઠ્ઠા તબક્કામાં જેમણે મતદાન કર્યું છે તેમનો હું આભાર માનવા ઈચ્છુ છું. છઠ્ઠા તબક્કાના મતદાન બાદ એનડીએની સરકાર બની રહી છે. સાતમા તબક્કામાં પણ હું એક કાર્યકરના ભાવથી મહેનત કરી રહ્યો છું. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More