PM Narendra Modi Security Breach Viral Video: સોશિયલ મીડિયા પર એક એનિમેટેડ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં પીએમ મોદીને ઘેરતા દેખાડવામાં આવ્યા છે. આ વીડિયો 1 વર્ષ પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે પંજાબ (Punjab) ના ફિરોઝપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ની સુરક્ષામાં ચૂક (Security Breach) એક સુનિયોજિત કાવતરું હતું, તેનો આરોપ BJP પર લાગ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે તેના સબૂતમાં એક વીડિયોના રૂપમાં સોશિયલ મીડિયા (Social Media) પર મળ્યું છે. એક વર્ષ પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોની તર્જ પર ગત 5 જાન્યુઆરીએ ફિરોઝપુરમાં પીએમ મોદીનો કાફલો રોકવામાં આવ્યો..
કાફલો રોકવા માટે 1 વર્ષ પહેલા થયું પ્લાનિંગ?
વાયરલ વીડિયો (Viral Video)માં દેખાડવામાં આવ્યું છે કે પીએમ મોદી (PM Modi) પોતાના કાફલાની સાથે નીકળે છે અને બીજી બાજુ તેમને ઘેરવા માટે ટ્રેક્ટર સાથે ઘણા લોકો તે જ ફ્લાઈઓવર તરફ આગળ વધવા લાગે છે, જેમાં પીએમ મોદીનો કાફલો નીકળવાનો હોયા છે. વાયરલ વીડિયો (Viral Video)માં દેખાડવામાં આવ્યું છે કે લોકો ફ્લાઈઓવર પર પીએમ મોદીને ચારેબાજુથી ઘેરી લે છે.
તપાસ માટે ફિરોઝપુર પહોંચી ગૃહમંત્રાલયની ટીમ
તમને જણાવી દઈએ કે બીજેપી પહેલા જ કહી ચૂકી છે કે ગત 5 જાન્યુઆરીએ પંજાબના ફિરોઝપુરમાં પીએમ મોદીનો કાફલો એક ફ્લાઈઓવર પર 15થી 20 મિનિટ સુધી રોકાયેલો રહ્યો હતો. ગૃહ મંત્રાલયની એક ટીમ આ મામલાની તપાસ કરવા માટે ફિરોઝપુર પહોંચી છે.
માત્ર 1000થી પણ ઓછામાં માણો હવામાં ઉડવાની મઝા! આજે છેલ્લી તક છે ચૂકતા નહીં
સુપ્રીમ કોર્ટે કરી સખ્ત ટિપ્પણી
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની સુરક્ષામાં ચૂકના કેસમાં આજે (શુક્રવાર) સુપ્રીમ કોર્ટે (Supreme Court) સખ્ત ટિપ્પણી કરી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે ફરીથી આવું થવું જોઈએ નહીં. આ Rarest Of The Rare કેસ છે. પીએમ મોદીનો કાફલો રોકવો ખોટું કામ હતો. પીએમની સુરક્ષાને લઈને અમે ગંભીર છીએ. કેન્દ્ર અને રાજ્ય સરકાર પોતાની કમિટી પર વિચાર કરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે