Home> India
Advertisement
Prev
Next

'અમારા માટે સામાન્ય લોકો પહેલા', પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવા પર બોલ્યા પીએમ

ઈંધણ ઉત્પાદકોની સતત વધતી કિંમતોને કારણે સામાન્ય લોકોના જીવન પર પડી રહેલી અસરને જોતા કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત કરી છે. 
 

'અમારા માટે સામાન્ય લોકો પહેલા', પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવા પર બોલ્યા પીએમ

નવી દિલ્હીઃ મોંઘવારીથી ત્રસ્ત સામાન્ય જનતાને રાહત આપતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રએ પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇજ ડ્યૂટી ઘટાડવાની સાથે ગેસ સિલિન્ડર પર સબ્સિડી આપવાનો મોટો નિર્ણય લીધો છે. પીએમ મોદીએ કહ્યુ કે, અમારા માટે હંમેશાથી લોકો પહેલા હોય છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ આજનો નિર્ણય, વિશેષ કરીને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઉલ્લેઘનીય ઘટાડાથી સંબંધિત, વિવિધ ક્ષેત્રો પર સકારાત્મક અસર પાડશે. 

fallbacks

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરી પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવા અને ગેસ સબ્સિડી આપવાના નિર્ણયની જાણકારી આપી હતી. મહત્વનું છે કે દેશમાં છેલ્લા કેટલાક મહિનાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધવા સિવાય રસોઈ ગેસના ભાવમાં પણ સતત વધારો થયો છે. 

તેના કારણે લોકોના બજેટ પર ખરાબ અસર પડી હતી. તેને લઈને તમામ નિષ્ણાંતો અને વિપક્ષી પાર્ટીઓ ઈંધણના ભાવમાં ઘટાડો કરવાની માંગ કરી રહ્યા હતા. સાથે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પણ રસોઈ ગેસ પર પ્રતિ સિલિન્ડર 200 રૂપિયાની સબ્સિડી આપવામાં આવશે. તો સીમેન્ટ, સ્ટીલ તથા પ્લાસ્ટિકના ઉત્પાદકોની કિંમત ઘટાડવા માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

આ પણ વાંચોઃ મોદી સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ 9 રૂપિયા, ડીઝલ 6 રૂપિયા અને સિલિન્ડરમાં 200 રૂપિયાનો ઘટાડો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More