Home> India
Advertisement
Prev
Next

PM મોદીએ મન કી બાતમાં કાશ્મીરી કેસરની ચર્ચા કરી, જાણો તેના ઔષધીય ગુણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કાશ્મીરી કેસર વૈશ્વિક સ્તરે એક એવા મસાલાના રૂપમાં જાણીતું છે. જેના અનેક પ્રકારના ઔષધીય ગુણ છે. તે અત્યંત સુગંધિત હોય છે. તેનો રંગ ગાઢ હોય છે અને તેના રેસા લાંબા અને મોટા હોય છે.

PM મોદીએ મન કી બાતમાં કાશ્મીરી કેસરની ચર્ચા કરી, જાણો તેના ઔષધીય ગુણ

નવી દિલ્લી: પ્રધાનમંત્રી મોદીએ મન કી બાતને સંબોધિત કરતાં કાશ્મીરી કેસરનો ઉલ્લેખ કર્યો. તેમણે અબુલ ફઝલનો કિસ્સો યાદ કરીને કેસરના વખાણ કર્યા. પ્રધાનમંત્રીએ કહ્યું કે અકબરના દરબારમાં એક મુખ્ય સભ્ય અબુલ ફઝલ હતા. તેમણે એકવાર કાશ્મીરની યાત્રા પછી કહ્યું હતું કે કાશ્મીરમાં એક એવો નજારો છે, જેને જોઈને ચિડાયેલા અને ગુસ્સાવાળા લોકો પણ ખુશીથી ઝૂમી ઉઠે. કેસર સદીઓથી કાશ્મીર સાથે જોડાયેલું છે. કાશ્મીરી કેસર મુખ્ય રીતે પુલવામા, બડગામ અને કિશ્તવાર જેવી જગ્યાઓ પર ઉગાડવામાં આવે છે. પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે મે મહિનામાં કાશ્મીરની કેસરને જી આઈ ટેગ આપવામાં આવ્યું. તેના દ્વારા આપણે કાશ્મીરી કેસરને એક આંતરરાષ્ટ્રીય બ્રાંડ બનાવવા ઈચ્છીએ છીએ.

fallbacks

fallbacks

મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કાશ્મીરી કેસર વૈશ્વિક સ્તરે એક એવા મસાલાના રૂપમાં પ્રસિદ્ધ છે. જેના અનેક પ્રકારના ઔષધીય ગુણ છે. આ અત્યંત સુગંધિત હોય છે. તેનો રંગ ગાઢ હોય છે અને તેના રેસા લાંબા-મોટા હોય છે. જે તેના ઔષધિય મૂલ્યને વધારે છે. તે જમ્મુ-કાશ્મીરની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનું પ્રતિનિધિત્વ કરે છે. ક્વોલિટીની વાત કરીએ તો કાશ્મીરનું કેસર અત્યંત યૂનિક છે અને બીજા દેશના કેસરથી બિલકુલ અલગ છે. કાશ્મીરના કેસરને Gi tag થી એક અલગ ઓળખ મળી છે.

પીએમ મોદીએ કહ્યું કે તમને જાણીને ખુશી થશે કે કાશ્મીરી કેસરને Gi ટેગનું સર્ટિફિકેટ મળ્યા પછી દુબઈના એક સુપર માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું. હવે તેની નિકાસ વધવા લાગી છે. આ આત્મનિર્ભર ભારત બનાવવાના પ્રયાસોને વધારે મજબૂતી આપશે. કેસરના ખેડૂતોને તેનાથી વિશેષ રૂપથી લાભ થશે.

કેસરના અન્ય ફાયદા:

1. કેસરમાં રહેલા મેંગેનીઝ શરીરમાં બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

2. કેસર હાડકાંઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

3. તેનાથી કેટલાંક ખનીજ અને કાર્બનિક યૌગિક કેલ્શિયમની ખામીને પૂરી કરવામાં મદદરૂપ છે.

4. દુખાવામાંથી રાહત મેળવવામાં કેસરનો ઉપયોગ કરવામાં આવે છે.

5. કેસર દાંતમાં થતા દુખાવામાંથી છૂટકારો આપે છે.

6. તે ખરાબ પેટ અને પેટ ફૂલવાની સારવામાં પણ ઉપયોગી છે.

7. કબજિયાત અને સોજાને ઓછો કરવા માટે કેસરનો ઉપયોગ થઈ શકે છે.

8. જીવ-જંતુ કરડી જાય તો ચામડી પર લગાવી શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More