Home> India
Advertisement
Prev
Next

ટ્રમ્પના ટેરિફ વચ્ચે PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ સાથે કરી ટેલિફોન વાતચીત, ભારત આવવાનું આપ્યું આમંત્રણ

PM Modi Putin talks: પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન સંકટ સહિત દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી છે. બન્ને નેતાઓએ ભારત-રશિયા વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાનું વચન આપ્યું અને પુતિનને વાર્ષિક સમિટ માટે આમંત્રણ આપ્યું.

ટ્રમ્પના ટેરિફ વચ્ચે PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ સાથે કરી ટેલિફોન વાતચીત, ભારત આવવાનું આપ્યું આમંત્રણ

PM Modi talk to Russian President Putin: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મહત્વપૂર્ણ ટેલિફોન વાતચીત કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફને ધ્યાનમાં રાખીને આ વાતચીત પર આખી દુનિયા નજર રાખી રહી છે. આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે વૈશ્વિક મંચ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર લાદવામાં આવેલ 50 ટકા ટેરિફ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. આ પૃષ્ઠભૂમિમાં ભારત અને રશિયા વચ્ચેની આ વાતચીત માત્ર બન્ને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ નથી, પરંતુ આર્થિક પડકારોનો સામનો કરવા તરફ એક સકારાત્મક પગલું પણ માનવામાં આવી રહ્યું છે.

fallbacks

પુતિને પીએમ મોદીને યુક્રેન વિશે આપી માહિતી
રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને યુક્રેનમાં ચાલી રહેલ તાજેતરના ઘટનાક્રમો વિશે વિગતવાર જાણકારી આપી. પીએમ મોદીએ આ માહિતી માટે પુતિનનો આભાર માન્યો અને ભારતના જૂના અને સ્પષ્ટ વલણને દોહરાવ્યું, જેમાં કહેવામાં આવ્યું છે કે, યુદ્ધ અને સંઘર્ષનો ઉકેલ હંમેશા શાંતિ અને વાતચીત દ્વારા શોધવો જોઈએ. ભારત હંમેશા એ જ માનવું છે કે, યુદ્ધથી કોઈને ફાયદો થતો નથી, અને દરેક મુદ્દાને શાંતિ દ્વારા ઉકેલી શકાય છે. આ સાથે જ બન્ને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચેની ખાસ અને મજબૂત મિત્રતાને વધુ ગાઢ બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

ફેબ્રુઆરીમાં કર્યુ હતું રજૂ, હવે મોદી સરકારે કેમ પરત ખેંચ્યું ન્યૂ ઈનકમ ટેક્સ બિલ?

કેમ ખાસ છે બન્ને નેતાઓ વચ્ચેની આ વાતચીત
નોંધનીય છે કે, વાતચીતમાં બન્ને નેતાઓએ તાજેતરના વર્ષોમાં આ સંબંધોમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરી હતી અને આ સંબંધોને વધુ સારા બનાવવા માટે સાથે મળીને કામ કરવાનું વચન આપ્યું હતું. પીએમ મોદીએ આ વર્ષના અંતમાં પુતિનને ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ પણ આપ્યું હતું. આ આમંત્રણ 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે હતું, જે બન્ને દેશો વચ્ચે દર વર્ષે યોજાતી એક મહત્વપૂર્ણ બેઠક છે.

આ સંમેલન બન્ને દેશો ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરે છે અને પરસ્પર સહયોગને નવી દિશા આપે છે. આ વાતચીત ફરી એકવાર દર્શાવે છે કે, ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા કેટલી ખાસ અને મહત્વપૂર્ણ છે. બન્ને દેશો માત્ર વેપાર અને રક્ષા ક્ષેત્રમાં જ નહીં, પરંતુ વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે પણ સાથે મળીને કામ કરી રહ્યા છે.

વૈભવ સૂર્યવંશીના કારણે RR છોડી રહ્યો છે સંજૂ? પૂર્વ ક્રિકેટરના આ નિવેદનથી મચી ખલબલી

આ વાતચીતથી ટ્રમ્પને શું સંદેશ મળશે?
વડાપ્રધાન મોદી અને પુતિન વચ્ચેની ટેલિફોન વાતચીતથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સ્પષ્ટ સંદેશ મળ્યો કે, ભારત તેની સ્વતંત્ર વિદેશ નીતિ અને રશિયા સાથે ગાઢ વ્યૂહાત્મક સંબંધો જાળવવા માટે પ્રતિબદ્ધ છે. ટ્રમ્પ દ્વારા રશિયન તેલની ખરીદી પર ભારત સામે 50% ટેરિફ લાદવાની જાહેરાત છતાં, આ વાતચીતમાં બન્ને નેતાઓએ ભારત-રશિયા સંબંધોને વધુ મજબૂત બનાવવા વેપાર, રક્ષા અને શાંતિ માટે સહયોગ વધારવા પર ભાર મૂક્યો.

પીએમ મોદીએ પુતિનને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું અને યુક્રેન મુદ્દા પર શાંતિ અને વાતચીતના પક્ષમાં ભારતના વલણને દોહરાવ્યું, જેનાથી સ્પષ્ટ થયું કે ભારત ટ્રમ્પના દબાણ સામે ઝૂક્યા વિના તેની વ્યૂહાત્મક સ્વાયત્તતા અને વૈશ્વિક ભાગીદારીને પ્રાથમિકતા આપશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More