Home> India
Advertisement
Prev
Next

પીએમ મોદીએ કર્યું ટ્વીટ, કોરોના વાયરસનું સમાધાન જણાવો અને એક લાખ રૂપિયા જીતો


આ ચેલેન્જમાં વિજેતાને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે. તેમાં વિજેતાને એક લાખ રૂપિયા સુધીનો પુરસ્કાર આપવામાં આવશે. 
 

પીએમ મોદીએ કર્યું ટ્વીટ, કોરોના વાયરસનું સમાધાન જણાવો અને એક લાખ રૂપિયા જીતો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ટ્વીટ કરી કોરોના વાયરસનો સામનો કરવા માટે દેશની જનતા પાસે સૂચનો માગ્યા છે. પીએમ મોદીએ સોમવારે ટ્વીટ કર્યું, 'ઘણા લોકો કોવિડ19 માટે ટેક્નોલોજીના માધ્યમથી સમાધાન શેર કરી રહ્યાં છે. હું તેમને @mygovindia પર પોતાના સૂચનો વ્યક્ત કરવાની અપીલ કરુ છું.  તમારો આ પ્રયાસ ઘણી રીતે મદદ કરી શકે છે.' વડાપ્રધાને તેની આગળ #indiaFightscorona પણ લખ્યું છે. 

fallbacks

આ ચેલેન્જમાં વિજેતાને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે. તેમાં વિજેતાને એક લાખ રૂપિયા સુધીનો પુરસ્કાર આપવામાં આવશે. 

@mygovindia ના પેજ પર આપવામાં આવેલી ચેલેન્જમાં કહેવામાં આવ્યું છે કે સ્થાનીક રૂપથી વાયરસના પ્રસારને રોકવામાં સૌથી મહત્વપૂર્ણ પરિબળ નાગરિકોને સારી જાણકારી અને સાવધાનીઓની સાથે સશક્ત બનાવવા છે. અમે તે વ્યક્તિઓ અને કંપનીઓ વિશે જાણકારી પ્રાપ્ત કરી રહ્યાં છીએ, જેની પાસે ટેક્નોલોજી અને સમાધાન, જૈવિક સૂચના વિજ્ઞાન, ડેટાબેસ, નિદાન વગેરે માટે એપ્સ છે જેની મદદથી કોરોના વાયરસ વિરુદ્ધ મજબૂત લડાઇ લડી શકાય છે. 

પીએમ મોદીએ કહ્યું કે, ઘણા લોકો પોતાની કહાની શેર કરી તે જણાવી રહ્યાં છે કે કઈ રીતે ભારત કોરોનાનો મુકાબલો કરી રહ્યું છે. તેનાથી કોરોના વિરુદ્ધ લડાઇમાં લાગેલા તમામ ડોક્ટર, નર્સ, કર્મચારીઓ, એરપોર્ટ સ્ટાફ સહિત અન્ય લોકોનું મનોબળ વધારે છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ વિરુદ્ધ લડાઇ પર કહ્યું કે, આ બધાની સામુહિત પ્રતિક્રિયા છે, આ એવી સ્થિતિઓમાં આપણા રાષ્ટ્રના મજબૂત ભાવને દર્શાવે છે. તેમણે કહ્યું કે, અમે તેની ખાતરી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ કે બધા સ્વસ્થ રહે અને જેનામાં લક્ષણ દેખાય તેની યોગ્ય સારવાર થાય. 

પીએમ મોદીએ કહ્યું કે, કોવિડ-19ના નિવારણ માટે અમારા ડોક્ટર, નર્સ, સ્વાસ્થ્ય કર્મી આકરી મહેનત કરી રહ્યાં છે, અમે તેના યોગદાનની પ્રશંસા કરીએ છીએ. કોરોના વાયરસનો પ્રસાર રોકવા માટે તમામ સ્તરો પર વિભિન્ન એજન્સીઓ મળીને કામ કરી રહી છે. લોકો સ્વસ્થ રહે, તેની ખાતરી કરવા કોઈ કસર છોડવામાં આવશે નહીં. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More