Home> India
Advertisement
Prev
Next

કોર્પોરેટ ટેક્સ ઘટાડવાનું પગલું ઐતિહાસિક, મેક ઈન ઈન્ડિયાને મળશે પ્રોત્સાહન: પીએમ મોદી 

નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાના નિર્ણયની ઉદ્યોગ જગતથી લઈને ચારેબાજુ વાહ વાહ થઈ  રહી છે. શેરબજારે પણ તેમના આ નિર્ણયને મન દઈને આવકાર્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચ્યાં છે. ફાઈનાન્સ મિનિસ્ટર દ્વારા કરાયેલી જાહેરાતોની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી છે.  તેમણે ટ્વીટ કરીને કહ્યું કે કોર્પોરેટ ટેક્સ ઘટાડવો એ એક ઐતિહાસિક નિર્ણય છે. તેનાથી મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન મળશે (#MakeInIndia). પીએમ મોદીએ લખ્યું કે 5 ટ્રિલીયન અર્થવ્યવસ્થા માટે આ એક સારું પગલું છે અને અમારી સરકાર બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે દરેક પગલું ઉઠાવશે. 

કોર્પોરેટ ટેક્સ ઘટાડવાનું પગલું ઐતિહાસિક, મેક ઈન ઈન્ડિયાને મળશે પ્રોત્સાહન: પીએમ મોદી 

નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાના નિર્ણયની ઉદ્યોગ જગતથી લઈને ચારેબાજુ વાહ વાહ થઈ  રહી છે. શેરબજારે પણ તેમના આ નિર્ણયને મન દઈને આવકાર્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચ્યાં છે. ફાઈનાન્સ મિનિસ્ટર દ્વારા કરાયેલી જાહેરાતોની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી છે.  તેમણે ટ્વીટ કરીને કહ્યું કે કોર્પોરેટ ટેક્સ ઘટાડવો એ એક ઐતિહાસિક નિર્ણય છે. તેનાથી મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન મળશે (#MakeInIndia). પીએમ મોદીએ લખ્યું કે 5 ટ્રિલીયન અર્થવ્યવસ્થા માટે આ એક સારું પગલું છે અને અમારી સરકાર બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે દરેક પગલું ઉઠાવશે. 

fallbacks

મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે પ્રતિબદ્ધ
તેના પર ગૃહ મંત્રી અમિત શાહે લખ્યું કે કોર્પોરેટ ટેક્સને ઓછો કરવાની માંગણી લાંબા સમયથી થઈ રહી હતી જે હવે હકીકતમાં ફેરવાઈ છે. તેનાથી દુનિયાભરમાં ભારતીય કંપનીઓની ઓળખ બનશે અને ભારતીય બજાર તરફ રોકાણકારો આકર્ષાશે. મોદી સરકાર દેશને મોટું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. 

કોર્પોરેટ ટેક્સ ઘટાડવાનો પ્રસ્તાવ 
ગ્રોથ અને રોકાણને વધારવા માટે આવકવેરા ટેક્સ એક્ટમાં ફેરફાર હાલના નાણાકીય વર્ષ એટલે કે 2019-20થી લાગુ થશે. ઘરેલુ કંપનીઓ પર કોઈ પણ છૂટ વગર આવકવેરો 22 ટકા રહેશે અને સરચાર્જ તથા સેસ સાથે પ્રભાવી ટેક્સ 25.17 ટકા થશે. પહેલા આ ટેક્સ 30 ટકા હતો. નાણા મંત્રીએ કહ્યું કે કોર્પોરેટ ટેક્સ ઘટાડવાથી અને અન્ય છૂટ આપવાથી સરકારના ખજાના પર 1.45 લાખ કરોડ રૂપિયાનો બોજો પડશે. આ સાથે જ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે પણ ટેક્સ ઘટશે. આ માટે સરકાર તરફથી 1.5 લાખ કરોડનું રાહત પેકેજ પણ જાહેર કરાયું. 

જુઓ LIVE TV

MATમાં રાહત
નાણા મંત્રીએ કંપનીઓ તરફથી લાંબા સમયથી થઈ રહેલી મિનિયમમ અલ્ટરનેટ ટેક્સ (MAT) હટાવવાની માગણીને મંજૂર કરતા તેને હટાવવાની જાહેરાત કરી. હવે ફોરેન પોર્ટફોલિયો ઈનવેસ્ટમેન્ટ (FPIs) પર કોઈ પણ પ્રકારનો કેપિટલ ગેઈન્સ ટેક્સ નહીં લાગે.

બિઝનેસના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More