Home> India
Advertisement
Prev
Next

PM મોદીએ 'Covaxin' અને 'Covishield'ના ડેવલપમેન્ટની કરી સમીક્ષા

કોરોના વાયરસને પછાડવા માટે ભારતમાં બની રહેલી રસીઓની સમીક્ષા કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી આજે દેશની ત્રણ ટોચની પ્રયોગશાળાઓની મુલાકાત લઈ રહ્યા છે. સૌપ્રથમ તેમણે અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી અને ત્યારબાદ હવે હૈદરાબાદના ભારત બાયોટેકની મુલાકાત માટે હૈદરાબાદ પહોચ્યા અને રસીના ડેવલપમેન્ટની સમીક્ષા કરી.

PM મોદીએ 'Covaxin' અને 'Covishield'ના ડેવલપમેન્ટની કરી સમીક્ષા

નવી દિલ્હી: કોરોના વાયરસને પછાડવા માટે ભારતમાં બની રહેલી રસીઓની સમીક્ષા કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી આજે દેશની ત્રણ ટોચની પ્રયોગશાળાઓની મુલાકાત લઈ રહ્યા છે. સૌપ્રથમ તેમણે અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી અને ત્યારબાદ હવે હૈદરાબાદના ભારત બાયોટેકની મુલાકાત માટે હૈદરાબાદ પહોચ્યા અને રસીના ડેવલપમેન્ટની સમીક્ષા કરી. અહીંથી તેઓ પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની મુલાકાત માટે પુણે પહોંચ્યા. પીએમ મોદી જે કંપનીઓની મુલાકાત લઈ રહ્યા છે તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયાની ટોપ રસી કંપનીઓમાં ગણાય છે. અત્યાર સુધીમાં અનેક બીમારીઓની અબજો ડોઝ રસીનું નિર્માણ કરી ચૂકી છે. 

fallbacks

PM મોદી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પહોંચ્યા, રસીની કરશે સમીક્ષા
પીએમ મોદી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પહોંચ્યા અને  અહીં તેમણે ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની રસીના ડેવલપમેન્ટની સમીક્ષા કરી. 
 

PM મોદી પુણે પહોંચ્યા
હૈદરાબાદની ભારત બાયોટેકની મુલાકાત લીધા બાદ પીએમ મોદી પુણે પહોંચ્યા. અહીં તેઓ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા જઈને કોવિડ-19 રસીના ડેવલપમેન્ટની સમીક્ષા કરશે. 

સમીક્ષા બાદ પીએમ મોદીએ કરી ટ્વીટ
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે સ્વદેશી કોવિડ-19 રસી અંગે મને બ્રીફ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં થયેલી પ્રગતિ અંગે વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા. તેમની ટીમ આઈસીએમઆર સાથે મળીને પ્રક્રિયાને તેજ કરી રહી છે. 

રસીની તૈયારીઓની સમીક્ષા
પીએમ મોદીએ હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકના કોરોના વેક્સિન સેન્ટરમાં રસીની તૈયારીઓની સમીક્ષા કરી. ભારત બાયોટેકની સ્વદેશી રસી કોવેક્સિનની સમીક્ષા માટે પીએમ મોદી હૈદરાબાદ પહોંચ્યા છે. અહીં તેમણે વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરીને કોવેક્સિન અંગે જાણકારી મેળવી. ભારત બાયોટેક તરફથી બનાવવામાં આવી રહેલી સ્વદેશી કોરોના રસી કોવેક્સિનના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)માં હ્યુમન ટ્રાયના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે. 

હૈદરાબાદ ખાતેની ભારત બાયોટેક ફેસિલિટી પહોંચ્યા પીએમ મોદી
અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત બાદ પીએમ મોદી હૈદરાબાદ ખાતેના ભારત બાયોટેક ફેસિલિટી પહોંચ્યા. અહીં તેઓ કોરોના રસીના ડેવલપમેન્ટની સમીક્ષા કરશે. 

અમદાવાદના  Zydus બાયોટેક પાર્કની લીધી મુલાકાત 
પીએમ મોદી ઝાયડસ બાયોટેક પાર્કની એ લેબ પહોંચ્યા જ્યાં કોરોનાની રસી ડેવલપ થઈ રહી છે. અહીં તેમણે વૈજ્ઞાનિકો અને શોધકર્તાઓ સાથે મુલાકાત કરી. ઝાયડસ કેડિલાના પ્લાન્ટ પર પીએમ મોદીએ 40 મિનીટ સુધી બેઠક કરી હતી, જેમાં પ્રધાનમંત્રી સાથે ચેરમેન પંકજ પટેલ અને વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા. ત્યાર બાદ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું. તેઓએ કંપનીના બાયોલોજિકલ પ્લાન્ટમાં ફરીને નિરીક્ષણ કર્યું હતું. જેમાં કોરોના વેક્સીનના ક્લિનિકલ ડેવલપમેન્ટ પર પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. પંકજ પટેલે તેઓને કંપની દ્વારા બનાવાયેલી વેક્સીનની સમગ્ર માહિતી આપી હતી. વેક્સીનની બનાવટથી લઈને તે કેવી રીતે કામ કરશે તે તમામ માહિતી મેળવી હતી. રસીના પરીક્ષણ અને ડિસ્ટ્રીબ્યુશન અંગે પણ ચર્ચા કરી હતી. 

પીએમ મોદીએ પ્લાન્ટમાં પંકજ પટેલ, શર્વિલ પટેલ તથા વૈજ્ઞાનિકો સાથે બેઠક કરી. જેમાં તેઓએ કંપની દ્વારા બનાવવામાં આવેલી ઝાયકોવ-ડી વેક્સીન વિશેની માહિતી મેળવી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More