Home> India
Advertisement
Prev
Next

દેશની પ્રથમ ડ્રાઇવરલેસ મેટ્રો દોડવા માટે તૈયાર, 28 ડિસેમ્બરે પીએમ મોદી દેખાડશે લીલીઝંડી

અત્યાર સુધી મેટ્રો રેલવે માટે જે જનરલ નિયમ લાગૂ છે, તે હેઠળ ડ્રાઇવરલેસ ટ્રેન ઓપરેશન્સની કોઈ વ્યવસ્થા નથી. આ કારણે આવાસ તથા શહેરી કાર્ય મંત્રાલયે ડ્રાઇવરલેસ ટ્રેન ઓપરેશન માટે મેટ્રો રેલવે જનરલ નિયમમાં પરિવર્તન કરવું જરૂરી હતી. આ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

દેશની પ્રથમ ડ્રાઇવરલેસ મેટ્રો દોડવા માટે તૈયાર, 28 ડિસેમ્બરે પીએમ મોદી દેખાડશે લીલીઝંડી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 28 તારીખે રાષ્ટ્રીય રાજધાનીમાં દેશની પ્રથમ ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેન (Driverless Metro Train)ને લીલી ઝંડી દેખાડશે. ઘણા સમયથી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે આ મહિનાના અંદ સુધી પીએમ મોદી ડ્રાઇવસરેલ મેટ્રો (Driverless Metro Train)ની શરૂઆત કરી શકે છે પરંતુ સત્તાવાર રૂપે આજે જાહેરાત કરવામાં આવી છે. 

fallbacks

ક્રિસમસ બાદ પીએમ મોદી કરશે શુભારંભ
પીએમ મોદી ક્રિસમસના ત્રીજા દિવસે એટલે કે 28 ડિસેમ્બરે જનકપુરી વેસ્ટને નોઇડાના બોટનિકલ ગાર્ડનથી જોડનારી 37 કિલોમીટર લાંબી મજેન્ટા લાઇન પર દેશની પ્રથમ સંપૂર્ણ રીતે સ્વચાલિત ડ્રાઇવર સેલ ટ્રેન સેવાને રવાના કરશે. આ સાથે તેઓ એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર યાત્રા માટે પરિચાલન નેશનલ કોમન મોબિલિટી કાર્ડને પણ લોન્ચ કરશે. 

આ પણ વાંચોઃ 1 જાન્યુઆરીથી તમામ વાહનો માટે ફાસ્ટેગ ફરજીયાતઃ નીતિન ગડકરી  

25 ડિસેમ્બર આસપાસ મોકલવામાં આવ્યું હતું આમંત્રણ
આ પહેલા જણાવવામાં આવ્યું હતું કે, આ સંબંધમાં 25 ડિસેમ્બરની આસપાસ ડ્રાઇવરલેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડવા માટે એક પ્રસ્તાવ પ્રધાનમંત્રી કાર્યાલયને મોકલવામાં આવ્યો હતો. સૂત્રએ કહ્યું, આપણા દેશની પ્રથમ ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેન રવાના થવા માટે તૈયાર છે. અમે અમારા તરફથી તૈયારી કરી લીધી છે. 

નિયમોમાં થશે પરિવર્તન
સૂત્રો પ્રમાણે હકીકતમાં અત્યાર સુધી મેટ્રો રેલવે માટે જે જનરલ નિયમ લાગૂ છે, તે હેઠળ ડ્રાઇવરલેસ ટ્રેન ઓપરેશન્સની કોઈ વ્યવસ્થા નથી. આ કારણે આવાસ તથા શહેરી કાર્ય મંત્રાલયે ડ્રાઇવરલેસ ટ્રેન ઓપરેશન માટે મેટ્રો રેલવે જનરલ નિયમમાં પરિવર્તન કરવું જરૂરી હતી. આ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે નવા મેટ્રો રેલવે જનરલ રૂલ્સ 2020 બનાવવામાં આવ્યા છે. આ નવા રૂલ્સમાં ડ્રાઇવરલેસ ટ્રેન ઓપરેશન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ Bye Bye 2020: એ પાંચ ચહેરા જે વર્ષ 2020માં લઈને આવ્યા રાજકારણમાં સનસની
 

દિલ્હી મેટ્રોનો ઈતિહાસ
દિલ્હી મેટ્રોએ 25 ડિસેમ્બર, 2002ના પોતાના વ્યાવસાયિક સંચાલનની શરૂઆત કરી હતી, જેના એક દિવસ પહેલા તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ ડીએમઆરસીના શાહદરાથી તીસ હજારી સુધી 8.2 કિલોમીટર લાંબા પ્રથમ ખંડનું ઉદ્ઘાટન કર્યુ હતુ, જેમાં માત્ર છ સ્ટેશન હતા. ડીએમઆરસીની હવે 242 સ્ટેશનોની સાથે 10 લાઇનો છે અને દરરોજ દિલ્હી મેટ્રોમાં એવરેજ 26 લાખથી વધુ યાત્રી સફર કરે છે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More