Home> India
Advertisement
Prev
Next

Imranના 'કાશ્મીર રાગ' પર આજે PM Modi આપશે જડબાતોડ જવાબ, આ સમયે કરશે સંબોધન

પાકિસ્તાન (Pakistan) હંમેશની જેમ આ વખતે પણ સંયુક્ત રાષ્ટ્ર સંઘ (United Nations)ના વાર્ષિક સત્રમાં ભારત (India) વિરૂદ્ધ ઉગ્રતાથી ઝેર ફેલાવ્યું છે. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન (Imran Khan)એ પહેલા આરએસએસ અને બાદમાં કાશ્મીર મુદ્દાને લઇને ભારત પર પ્રહાર કર્યો

Imranના 'કાશ્મીર રાગ' પર આજે PM Modi આપશે જડબાતોડ જવાબ, આ સમયે કરશે સંબોધન

નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) હંમેશની જેમ આ વખતે પણ સંયુક્ત રાષ્ટ્ર સંઘ (United Nations)ના વાર્ષિક સત્રમાં ભારત (India) વિરૂદ્ધ ઉગ્રતાથી ઝેર ફેલાવ્યું છે. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન (Imran Khan)એ પહેલા આરએસએસ અને બાદમાં કાશ્મીર મુદ્દાને લઇને ભારત પર પ્રહાર કર્યો. પાકિસ્તાનના આ વિષવમન બાદ આજે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) સંયુક્ત રાષ્ટ્ર સંઘના સત્રને સંબોધિત કરી તેને અરિસો દેખાડશે.

fallbacks

આ પણ વાંચો:- ડ્રગ્સ કાંડમાં આજે મોટા રહસ્યો ખૂલશે, દીપિકા-સારા-શ્રદ્ધાની આકરી પૂછપરછ કરાશે

પ્રાપ્ત જાણકારી અનુસાર, પીએમ મોદીનું સંબોધન ભારતીય સમય અનુસાર સાંજે 6.30 વાગે હશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાનાર આ સંબોધનમાં પીએમ મોદી ભારતની વાત કરશે. માનવામાં આવી રહ્યું છે કે, દર વખતની જેમ પીએમ મોદી આ વખતે પણ ઈમરાન ખાન અને પાકિસ્તાનનું નામ લેવાનું ટાળશે અને આતંકવાદ પર જબરદસ્ત રીતે ઘેરશે.

આ પણ વાંચો:- પોતાના કબજે કરેલા 'ગુલામ કાશ્મીર'ને ખાલી કરે પાકિસ્તાન: મિજિતો વિનિતો

પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્રમાંથી આતંકવાદની વ્યાખ્યામાં નિષ્ફળ થવા બદલ સંયુક્ત રાષ્ટ્રની પણ ટીકા કરી શકે છે. સાથે જ આતંકવાદ સાથે વ્યવહાર કરવામાં નિષ્ફળ રહેવા પર ટકોર પણ કરી શકે છે. પીએમ મોદી પોતાના ભાષણમાં 'પાકિસ્તાન પ્રેમી' તુર્કીને અરીસો પણ બતાવી શકે છે. તેઓ ચીન પર અપ્રત્યક્ષ કીચે નિશાન સાધતા વિસ્તારવાદ અને સમુદ્રી નૌવહનની સ્વતંત્રતાનો મુદ્દો પણ ઉઠાવી શકે છે.

આ પણ વાંચો:- UNમાં ભારતે પાકિસ્તાનનું માથું શરમથી ઝૂકાવી દીધું, ઈમરાન ખાનની ભાષણ વચ્ચે થઈ ફજેતી

પીએમ મોદી કોરોના સંકટનો સામનો કરી રહેલી દુનિયામાં વેક્સિનના નિર્માણ અને અર્થવ્યવસ્થાને ખોલવાના મુદ્દા પર પણ વાત કરી શકે છે. તેઓ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધાર અને ભારત સહિત અન્ય દેશોને પણ તેમાં સામેલ કરવાની વાત કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, પૂર્વ લદાખમાં ચીનની સાથે ચાલી રહેલા તણાવના કારણે પીએમ મોદીના ભાષણ પર ચીન, પાકિસ્તાન, અમેરિકા સહિત દુનિયાના અન્ય દેશોની નજર રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More