Home> India
Advertisement
Prev
Next

સસ્તો વ્યાજ દર, ગેરંટી જરૂરી નથી... મોદી સરકાર આ યોજનામાં આપી રહી છે ₹20 લાખ

કેન્દ્ર સરકાર દ્વારા લોકોની મદદ માટે અનેક સરકારી યોજના ચલાવવામાં આવે છે. મોદી સરકારે લોકો પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે પણ મદદ મળી રહે તે માટે એક યોજના શરૂ કરી હતી. આજે અમે તમને તે યોજનાની માહિતી આપીશું.

સસ્તો વ્યાજ દર, ગેરંટી જરૂરી નથી... મોદી સરકાર આ યોજનામાં  આપી રહી છે ₹20 લાખ

Pradhan Mantri MUDRA Yojana (PMMY): કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઘણી યોજનાઓ શરૂ કરી છે, જેની મદદથી લોકો પોતાનો કારોબાર શરૂ કરી રહ્યાં છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના પણ આ કેટેગરીની સ્કીમ છે. યોજના હેછળ બેંક લોકોને સસ્તા વ્યાજ દર પર 20 લાખ રૂપિયા સુધીની લોન આપે છે. મહત્વની વાત છે કે આ લોન કોલેટરલ-ફ્રી હોય છે. મહત્વનું છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે 23 જુલાઈ 2024ના કેન્દ્રીય બજેટ 2024-2025 દરમિયાન લોન લિમિટ વધારી 20 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી હતી. આ નવી મર્યાદા 24 ઓક્ટોબર 2024થી લાગૂ થઈ હતી.

fallbacks

ચાર કેટેગરીની યોજના
 મુદ્રા લોન યોજના ચાર કેટેગરી, શિશુ, કિશોર, તરૂણ અને તરૂણ પ્લસ છે. દરેક કેટેગરી માટે લોનની રકમ અલગ-અલગ હોય છે.

શિશુઃ 50,000 રૂપિયા સુધીની લોન લઈ શકે છે.

કિશોરઃ 50 હજારથી 5 લાખ સુધીની લો લઈ શકે છે.

તરૂણઃ 5 લાખ રૂપિયાથી 10 લાખ સુધીની લોન સામેલ છે.

તરૂણ પ્લસઃ 10 લાખ રૂપિયાથી 20 લાખ સુધીની લોન લઈ શકે છે.

આ પણ વાંચોઃ ક્રિકેટની રણનીતિથી સમજો શેર બજારમાં રોકાણની ટ્રિક, બની જશો સફળ ઈન્વેસ્ટર

કઈ બેંક આપે છે લોન
મુદ્રા યોજના હેઠળ, સભ્ય ધિરાણ સંસ્થાઓ (MLIs) જેમ કે અનુસૂચિત વાણિજ્યિક બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs), સ્મોલ ફાઇનાન્સ બેંકો (SFBs), નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFCs), માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુટ (NBFCs) વગેરે દ્વારા 20 લાખ રૂપિયા સુધીની કોલેટરલ ફ્રી લોન આપવામાં આવે છે.

10 વર્ષ પહેલાની યોજના
મહત્વનું છે કે આ યોજના દસ વર્ષ પહેલાની છે. મુદ્રા યોજનાએ 52 કરોડથી વધુ લોન ખાતા ખોલવામાં મદદ કરી છે, જે ઉદ્યમશીલતાની ગતિવિધિઓમાં સતત વધારો દર્શાવે છે. કિશોર લોનની ભાગીદારી નાણાકીય વર્ષ 2016ના 5.9 ટકાથી વધી નાણાકીય વર્ષ 2025માં 44.7 ટકા થઈ છે. મુદ્રા યોજનાના કુલ લાભાર્થીઓમાં 68 ટકા મહિલાઓ છે. નાણાકીય વર્ષ 2016 અને નાણાકીય વર્ષ 2025 વચ્ચે પ્રતિ મહિલા પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની વિતરણ રાશિ વર્ષ દર વર્ષ 13 ટકા વધી 62679 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More