નવી દિલ્હી: આજે ગુરુ પૂર્ણિમાના અવસરે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ દેશને સંબોધન કર્યું. સંબોધનની શરૂઆત સાથે તેમણે કહ્યું કે તમને બધાને ધમ્મચક્ર પ્રવર્તન દિવસ અને અષાઢ પૂર્ણિમાની ખુબ ખુબ શુભેચ્છાઓ. આજે આપણે ગુરુ પૂર્ણિમા પણ ઉજવીએ છીએ અને આજના દિવસે જ ભગવાન બુદ્ધે બુદ્ધત્વની પ્રાપ્તિ બાદ પોતાનું પહેલું જ્ઞાન સંસારને આપ્યું હતું.
પીએમ મોદીએ કહ્યું કે આપણા ત્યાં કહેવાયું છે કે જ્યાં જ્ઞાન છે, તે પૂર્ણત: છે. તે પૂર્ણિમા છે. જ્યારે ઉપદેશ કરનારા સ્વયં બુદ્ધ હોય તો સ્વાભાવિક છે કે જ્ઞાન સંસારના કલ્યાણનું પર્યાય બની જાય છે. તેમણે કહ્યું કે સારનાથમાં ભગવાન બુદ્ધે સમગ્ર જીવનનું, સંપૂર્ણ જ્ઞાનનું સૂત્ર આપણને જણાવ્યું હતું. તેમણે દુખ વિશે જણાવ્યું, દુખના કારણો વિશે જણાવ્યું, આશ્વાસન આપ્યું કે દુખો સામે જીતી શકાય છે, અને તે જીતવાનો રસ્તો પણ બતાવ્યો.
आज कोरोना महामारी के रूप में मानवता के सामने वैसा ही संकट है, जब भगवान बुद्ध हमारे लिए और भी प्रासंगिक हो जाते हैं।
भगवान बुद्ध के मार्ग पर चलकर ही बड़ी से बड़ी चुनौती का सामना हम कैसे कर सकते हैं।
भारत ने ये करके दिखाया है।
- पीएम @narendramodi
— BJP (@BJP4India) July 24, 2021
કોરોના મહામારી વિશે બોલતા કહ્યું કે આજે કોરોના મહામારી સ્વરૂપે માનવતા સામે મોટું સંકટ છે ત્યારે ભગવાન બુદ્દ આપણા માટે વધુ પ્રાસંગિક બની જાય છે. ભગવાન બુદ્ધના માર્ગ પર ચાલીને જ મોટામાં મોટા પડકારનો સામનો આપણે કેવી રીતે કરી શકીએ તે ભરતે કરીને બતાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
भगवान बुद्ध ने हमें जीवन के लिए अष्टांग सूत्र दिए।
सम्यक दृष्टि
सम्यक संकल्प
सम्यक वाणी
सम्यक कर्म
सम्यक आजीविका
सम्यक प्रयास
सम्यक मन
सम्यक समाधि- पीएम @narendramodi pic.twitter.com/uf0kDlabrP
— BJP (@BJP4India) July 24, 2021
પીએમ મોદીએ કહ્યું કે ભગવાન બુદ્ધે આપણને જીવન માટે અષ્ટાંગ સૂત્ર આપ્યા. બુદ્ધના સમ્યક વિચારોને લઈને આજે દુનિયાના દશો પણ એકબીજાનો હાથ થામી રહ્યા છે. એક બીજાની તાકાત બની રહ્યા છે. આ દિશામાં International Buddhist Confederation ની Care with Prayer પહેલ પણ પ્રશંસનીય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે