Webinar on PM Gati Shakti: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પીએમ ગતિ શક્તિ પર વેબિનારના માધ્યમથી લોકોને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે આ વર્ષના બજેટે 21મી સદીના ભારતના વિકાસની ગતિને નિશ્ચિત કરી દીધી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આધારિત વિકાસની આ દિશા આપણી અર્થવ્યવસ્થાના વિકાસમાં અસાધારણ યોગદાન આપશે. આ બજેટના માધ્યમથી રોજગારની અસીમ સંભાવનાઓ સર્જાશે.
પીએમ ગતિ શક્તિ વેબિનારના માધ્યમથી સંબોધન કરતા તેમણે કહ્યું કે સંસાધનનો સર્વોત્તમ ઉપયોગ કરવામાં આવશે. વર્તમાનમાં અમારી સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર કામ કરી રહી છે. આ કડીમાં પીએમ ગતિ શક્તિ ખુબ મોટી જરૂરિયાત છે.
GatiShakti Infrastructure creation will ensure public-private partnership the right way, which will help in infra planning, development to utilization space.
- PM @narendramodi pic.twitter.com/sCHB8uP6py
— BJP (@BJP4India) February 28, 2022
પીએમ મોદીનું કહેવું છે કે સામાન્ય રીતે આપણે આપણી જરૂરિયાતો મુજબ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરીએ છીએ. રેલવેનું કામ હોય કે રસ્તાનું કામ બંને વચ્ચે ટકરાવ રહે છે. આવું એટલા માટે થાય છે કારણ કે અલગ અલગ વિભાગોની પાસે વિકાસના પ્રોજેક્ટ્સને લઈને યોગ્ય જાણકારી હોતી નથી.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે