અમદાવાદ :નાગરિકતા સંશોધન કાયદા (CAA) પર હંગામા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) બે દિવસીય પશ્ચિમ બંગાળની મુલાકાત માટે કોલકાત્તા પહોંચ્યા છે. એરપોર્ટ પર સ્વાગત માટે મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamta Banerjee) પહોંચ્યા ન હતા. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને મમતા બેનરજીના મંત્રીએ તેમનુ સ્વાગત કર્યું હતું. કોલકાત્તાના મેયર પણ એરપોર્ટ પર પીએમના સ્વાગત માટે પહોંચ્યા હતા. પીએમ મોદીના સ્વાગત માટે બીજેપીના અનેક મોટા નેતા એરપોર્ટ પર પહોંચ્યા હતા.
નવા આર્મી ચીફે પહેલી પ્રેસ કોન્ફરન્સમાં જ કર્યો મોટો ધડાકો, કહ્યું-સરકાર આદેશ આપે તો...
પીએમ મોદીની આજે મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે મુલાકાત થવાની છે. પીએમ મોદીના કોલકાત્તા પહોંચતા પહેલા જ વિપક્ષી પાર્ટીઓ આજે રસ્તા પર ઉતરી આવી છે. ટીએમસી, લેફ્ટા પાર્ટીઓ, કોંગ્રેસ અને વિદ્યાર્થી સંગઠનો ઠેરઠેર પ્રદર્શન કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓના પ્રદર્શનને જોતા રાજભવનની આસપાસ ધારા 144 લગાવી દેવામાં આવી છે. રાજભવ,ન એરપોર્ટની આસપાસ મોટી સંખ્યામાં સુરક્ષા દળ તૈનાત કરી દેવામાં આવ્યા છે. પીએમ મોદી જો રસ્તા માર્ગથી રાજભવન જાય છે, તો તેમના માટે એરપોર્ટથી રાજભવન સુધીના રસ્તા પર બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે.
કોલકાત્તામાં પીએમ મોદીનો કાર્યક્રમ
આ પહેલા પીએમ મોદીએ કોલકાત્તા મુલાકાત પહેલા પોતાના ગુરુને યાદ કર્યા હતા. વડાપ્રધાને ટ્વિટમાં કહ્યું કે, હું આજે અને આવતીકાલે પશ્ચિમ બંગાળમાં રહેવા માટે ઉત્સાહિત છું. હું રામકૃષ્ણ મિશનમાં સમય વિતાવવાને લઈને ખુશ છું અને એ પણ ત્યારે, જ્યારે આપણે સ્વામી વિવેકાનંદની જયંતી ઉજવી રહ્યાં છે. તે સ્થાન વિશે એક વિશેષ સ્થાન પણ છે. તેમણે કહ્યું કે, તેમ છતાં ત્યાં કોઈ ઉણપ રહેશે. મને ‘જન સેવા જ પ્રભુસેવા’નો સિદ્ધાંત બતાવનારા આદરણીય સ્વામી આત્મસ્થાનંદજી ત્યાં નહિ હોય. રામકૃષ્ણ મિશનમાં ઉપસ્થિતિ થવી મારા માટે અકલ્પનીય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે