Home> India
Advertisement
Prev
Next

રસી પર પીએમ મોદીનું 'મહામંથન', Corona સંકટ પર સર્વપક્ષીય બેઠક ચાલુ 

કોરોના વાયરસ સંકટને પહોંચી વળવા અને આગળની રણનીતિ નક્કી કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક શરૂ થઈ ગઈ છે.

રસી પર પીએમ મોદીનું 'મહામંથન', Corona સંકટ પર સર્વપક્ષીય બેઠક ચાલુ 

નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) સંકટને પહોંચી વળવા અને આગળની રણનીતિ નક્કી કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક શરૂ થઈ ગઈ છે. પીએમ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી આ બેઠકમાં સામેલ થયા છે. પ્રધાનમંત્રી તમામ પક્ષોના નેતાઓ સાથે કોરોનાની રસીની તૈયારીઓ પર ચર્ચા કરી રહ્યા છે. 

fallbacks

Farmers Protest: ખેડૂતોનું આંદોલન આજે 9મા દિવસે પણ ચાલુ, જામથી હેરાન પરેશાન દિલ્હી

કોરોના રસીના ડેવલપમેન્ટ પર બેઠકમાં ચર્ચા
અત્રે જણાવવાનું કે કોરોના વાયરસ મહામારીના ભારતમાં શરૂ થયા બાદ કોવિડ-19થી પેદા થયેલા હાલાત પર ચર્ચા માટે સરકારે બીજીવાર સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ અગાઉ કોરોના વયારસના પ્રસારની રોકથામ માટે દેશભરમાં લોકડાઉન દરમિયાન 20 એપ્રિલના રોજ પહેલી સર્વપક્ષીય  બેઠક આયોજિત થઈ હતી. 

પીએમ મોદી સાથે અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજર
આ સર્વપક્ષીય બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી સામેલ છે. આ બેઠકમાં કોરોના મહામારીને પહોંચી વળવા માટે સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા કાર્યોની જાણકારી આપવામાં આવી શકે છે. કોરોનાની રસીના ડેવલપમેન્ટ અને વિતરણ મુદ્દે પણ આ બેઠકમાં વાતચીત થાય તેવી શક્યતા છે. 

Corona Update: 24 કલાકમાં કોરોનાના 36 હજારથી વધુ નવા કેસ

નોંધનીય છે કે આ સર્વપક્ષીય બેઠક એવા સમયે થઈ રહી છે કે જ્યારે દિલ્હીની  બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલુ છે. નવા કૃષિ કાયદા અને MSPના મુદ્દે ખેડૂતો સરકારથી નારાજ છે અને વિરોધ કરી રહ્યા છે. જો કે આ બેઠકમાં કોરોનાની રસી પર વાતચીત ચાલુ છે. 

બેઠકમાં વિપક્ષના આ નેતાઓ સામેલ
આજની આ સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીની સાથે શિવસેના તરફથી વિનાયક રાઉત, જેડીયુ થી આરસીપી સિંહ, કોંગ્રેસ તરફથી અધીર રંજન ચૌધરી અને ગુલામ નબી આઝાદ, ટીએમસી તરપથી સુદીપ બંદોપાધ્યાય, તથા ડેરેક ઓ બ્રાયન અને અન્ય પાર્ટીના નેતાઓ હાજર છે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More